AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ડિજિટલ એસેટ્સ ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સથી લઈને ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, જાણો અહીં બજેટની 7 મોટી બાબતો

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે (1,ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સીને લઈને આ બજેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવો જાણીએ આ બજેટની 7 મોટી બાબતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 7:07 PM
Share
Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) આજે (1,ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટ કોરોના સંકટ દરમિયાન રજૂ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે. આ બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સીધી અસર તમારા પર પડશે. આવો જાણીએ બજેટની આ ખાસ વાતો

1 / 8
ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શન પર 30% ટેક્સઃ આ બજેટમાં વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ તેમના બજેટમાં કહ્યું હતું કે ડિજિટલ સંપત્તિના ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સ લાગશે. જો સરળ શબ્દોમાં કહીએ તો, તમારે વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સીમાંથી મળેલી આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

2 / 8
કુલ રૂ. 39.45 લાખ કરોડનું બજેટઃ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતનું કુલ બજેટ 39.45 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. ગત વર્ષનું બજેટ 37.70 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે આ વખતે બજેટ અગાઉના બજેટ કરતાં 4.5 ટકા વધુ છે. આ હિસાબે આ વર્ષે સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે.

3 / 8
RBI 2022-23 માં ડિજિટલ કરન્સી લાવશે: સામાન્ય બજેટમાં, નાણા પ્રધાને જાહેરાત કરી છે કે ભારતમાં ડિજિટલ ચલણ શરૂ કરવામાં આવશે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંક બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ચલણ રજૂ કરશે. આપને જણાવી દઈએ કે, ક્રિપ્ટો સંબંધિત ચિત્ર હજુ સ્પષ્ટ નથી. પરંતુ ડિજિટલ કરન્સીની શરૂઆતથી ડિજિટલ બેન્કિંગને ફાયદો થવાની અપેક્ષા છે.

4 / 8
68 ટકા સંરક્ષણ સાધનો દેશમાં બનાવાશેઃ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત યોજનાને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કુલ સંરક્ષણ પ્રાપ્તિ બજેટના 68 ટકા સ્થાનિક બજારમાંથી ખરીદી પર ખર્ચવામાં આવશે. તેનાથી સંરક્ષણ સાધનોની આયાત પર નિર્ભરતા ઘટશે અને સ્થાનિક બજારમાં રોજગારી પણ વધશે. જે ગત નાણાકીય વર્ષ કરતાં 58 ટકા વધુ છે.

5 / 8
ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ પોલિસી આવશે: તેમના ચોથા બજેટ ભાષણમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇલેક્ટ્રિક વાહન બજારને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરઓપરેબિલિટી ધોરણો સાથે બેટરી સ્વેપિંગ પોલિસી લાવવામાં આવશે. આ પગલાથી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે. આ સાથે ઈલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન મળશે.

6 / 8
સ્ટાર્ટઅપ્સને 31 માર્ચ, 2023 સુધી ટેક્સ ઈન્સેંટિવ મળશે: નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં, એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટઅપ્સને આગામી વર્ષે 31 માર્ચ સુધી ટેક્સ પ્રોત્સાહન મળશે. હાલમાં દેશમાં 84 યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે. આ જાહેરાત સાથે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરીને, રોજગારની તકો પણ વધશે અને યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.

7 / 8
ઈન્કમના સ્લેબમાં કોઈ ફેરફાર નહીંઃ સામાન્ય બજેટમાંથી કરદાતાઓને કોઈ રાહત મળી નથી. ખરેખર, આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. જ્યારે આવક 2.5 થી વધુ અને 5 લાખ સુધીની હોય તો તમારે 5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">