AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રિજરમાં બરફનો પહાડ જામી ગયો છે ? ફ્રિજને નુકસાન પહોંચાડ્યા વગર મિનિટોમાં ડિફ્રોસ્ટ કરવાની 5 સરળ રીત જાણો

ફ્રીજરમાં જામેલી બરફની જાડી પરત માત્ર જગ્યા જ રોકતી નથી, પરંતુ તે એરફ્લો અને કૂલિંગ પર પણ અસર કરી શકે છે. તેના કારણે વીજળીનો વપરાશ વધે છે અને ફ્રીજ પર વધારાનો લોડ પડે છે.

| Updated on: Sep 17, 2026 | 10:58 AM
Share
ફ્રિજ રસોડાનું એવું એપ્લાયન્સ છે, જે સતત 24 કલાક કામ કરતું હોય છે. ખાવા-પીવાની વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેનું સતત ઠંડું રહેવું જરૂરી છે. (Image Source | iStock)

1 / 10
પરંતુ ઘણી વખત ફ્રિજમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે. જેને લોકો સામાન્ય સમજીને નજરઅંદાજ કરે છે. તેમાંથી એક છે ફ્રીજરમાં બરફ જમવાની સમસ્યા. (Image Source | iStock)

2 / 10
જો તમારા જૂના ફ્રિજના ફ્રીજરમાં ધીમે-ધીમે બરફની જાડી અને પહાડ જેવી પરત જામવા લાગી છે, તો તેને માત્ર સામાન્ય ગંદકી સમજીને નજરઅંદાજ કરતા નહીં. (Image Source | iStock)

3 / 10
ફ્રિજનું સ્વિચ ઓફ કરીને પ્લગ કાઢી લો અને તમામ સામાન બહાર કાઢીને આઇસ પેકવાળા કૂલરમાં રાખો. નીચે ટુવાલ પાથરીને ફ્રીજરનો દરવાજો ખુલ્લો રાખો. બરફ ઓગળી જાય પછી તેને પ્લાસ્ટિક સ્પેચ્યુલાથી ધીમેથી સાફ કરો. (Image Source | iStock)

4 / 10
પરંતુ ધ્યાન રાખો કે બરફ ખોતરવા માટે ક્યારેય છરી અથવા કોઈ ધારદાર ધાતુની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. તેનાથી કૂલિંગ લાઇનને નુકસાન પહોંચી શકે છે. (Image Source | iStock)

5 / 10
ફ્રિજ બંધ કરીને અને અનપ્લગ કર્યા પછી ફ્રીજરમાં હુંફાળું પાણી રાખો. પાણી બાઉલમાં રાખો. તેમાંથી બનતી વરાળ બરફને ઝડપથી ઢીલો કરવામાં મદદ કરી શકે છે. પાણી ઠંડું થઈ જાય ત્યારે તેને બદલી શકો છો. ધ્યાન રાખો કે પાણી સીધું ફ્રીજરની દિવાલ અથવા ઇલેક્ટ્રિકલ ભાગો પર પડે નહીં. (Image Source | iStock)

6 / 10
ફ્રીજનો પ્લગ કાઢીને તેનો દરવાજો ખોલી દો અને બહારની હવા અંદર જવા દો. રૂમ ટેમ્પરેચરની હવા બરફને ઝડપથી ઓગળવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

7 / 10
બરફ સંપૂર્ણપણે ઓગળી ગયા પછી ફ્રીજરને સારી રીતે લૂછીને સૂકવી લો અને ત્યારબાદ ફ્રિજ ચાલુ કરો. ફરીથી સામાન મૂકતા પહેલાં ફ્રીજરને સારી રીતે ઠંડું થવા દો. (Image Source | iStock)

8 / 10
ફ્રિજનું તાપમાન 4.4°C અથવા તેનાથી ઓછું અને ફ્રીજરનું તાપમાન આશરે -17.8°C અથવા તેનાથી ઓછું રાખવું યોગ્ય માનવામાં આવે છે. (Image Source | iStock)

9 / 10
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

10 / 10

આ પણ વાંચો, GK : શું ગધેડો ખરેખર મૂર્ખ હોય છે ? જાણો તેની સુપર મેમરી અને હઠીલાપણા પાછળનું અસલી સત્ય !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">