માછલીઓ પણ સમજે છે ગણિત, ગણતરીની રીતે જોઈ ચોંકી જશો !

ઈશ્વરે બનાવેલી આ દુનિયા અનેક રહસ્યોથી ભરપૂર છે. દુનિયાની વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ પર થતા રિસર્ચને કારણે આપણને સમયે સમયે નવા નવા રહસ્યો જાણવા મળે છે. હાલમાં માછલી (Fishes) પર થયેલી એક રિસર્ચ પરથી મહત્વની વાતો જાણવા મળી છે.

Jul 17, 2022 | 6:42 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 17, 2022 | 6:42 PM

માછલીઓ પર થયેલા સંશોધનમાં જે નવી માહિતી સામે આવી છે. સંશોધકો કહે છે કે, માછલીઓ ગણિત સમજે છે. તે સમજી શકે છે કે શું મોટું છે અને શું નાનું છે. કઈ સંખ્યા વધુ અને કઈ સંખ્યા ઓછી. સંશોધકોનું માને છે કે, ભલે તેમની ગણતરીની પદ્ધતિ માનવીઓ જેવી નથી, પરંતુ સંશોધનમાં એ સાબિત થયું છે કે તેમને ગણિતની મૂળભૂત સમજ પણ છે.

1 / 5
સંશોધકોએ માછલીઓ પર 200 વિવિધ અભ્યાસો વાંચ્યા અને સમજ્યા. તેમની અભ્યાસમાં જાણવા મળ્યું કે, માછલી માણસો જેટલા પ્રશ્નો પૂછી શકતી નથી, પરંતુ તેઓ ચોક્કસપણે શોધી શકે છે કે તેમની સામેના ઘણા પરવાળાના ખડકોમાંથી તેમના જવા માટેની વધુ જગ્યા ક્યા છે. કઈ જગ્યા છુપાવવા માટે પૂરતી અને સારી છે. તે માછલીઓ સમજી શકે છે.

2 / 5
સંશોધકોનું આ સંશોધન ન્યુરોએનાટોમી જર્નલ ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થયું હતું. સંશોધક પ્રોફેસર જ્યોર્જિયો વેલોર્ટિગારા કહે છે, આ કિસ્સામાં ઝેબ્રાફિશની ઘણી પ્રજાતિઓ વધુ સારી છે. આ માછલીઓ એ પણ સમજે છે કે પાણીમાં તરતી વખતે તેમના સમૂહમાં તેમના સાથીની સંખ્યા ઓછી કે વધુ હોય છે.

3 / 5
માછલી સિવાય મધમાખી, રીંછ, મરઘા અને ચિમ્પાન્ઝી પણ પોતાની રીતે ગણિત સમજે છે. તેમનામાં ગણિતની સમજ પાછળ તેમના પૂર્વજો અને તેમના ક્રમિક વિકાસની મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે. તેઓ જે કંઈ પણ શીખ્યા તે માણસોની જેમ આવનારી પેઢી સુધી પહોંચાડતા થયા.

4 / 5
સંશોધકો કહે છે કે, આવા કિસ્સાઓ પર સંશોધન માટે ઝેબ્રાફિશ માછલી પર પ્રયોગો કરવામાં આવે છે. આનુવંશિક રીતે તે મનુષ્યો જેવું છે. વૈજ્ઞાનિકો આ માછલીના મગજને સારી રીતે જાણી અને સમજી શક્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati