AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: મહુવામાંથી એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો પકડાતા પોલીસ થઈ દોડતી, કરોડોની કિંમતમાં વેચાય છે આ માછલીની ઉલટી- Video

સામાન્ય રીતે કોઇ ઉલટી કરે તો કોઇને પણ ચીતરી ચડે. મોઢું બગાડે. એ જગ્યાએથી દૂર જતા રહે. પરંતુ દરિયાની એક માછલી એવી છે જેની ઉલટી કોઇને પણ માલામાલ કરી દે અને તે માછલી એટલે એમ્બરગ્રીસ, જેની ઉલટીથી લોકો લાખો રૂપિયા કમાય છે. ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઉલટી સાથે આરોપીઓ ઝડપાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2024 | 4:02 PM
Share

સામાન્ય રીતે કોઇ ઉલટી કરે તો કોઇને પણ ચીતરી ચડે. મોઢું બગાડે. એ જગ્યાએથી દૂર જતા રહે. પરંતુ દરિયાની એક માછલી એવી છે જેની ઉલટી કોઇને પણ માલામાલ કરી દે અને તે માછલી એટલે એમ્બરગ્રીસ, જેની ઉલટીથી લોકો લાખો રૂપિયા કમાય છે. ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઉલટી સાથે આરોપીઓ ઝડપાયા છે.

મહુવા ASP અંશુલ જૈન અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રતિબંધિત કિંમતી વેલ માછલીની ઊલટી મળી આવી છે. શહેરના ચોક્સ વિસ્તારમાંથી મસમોટા જથ્થામાં ખૂબ કિંમતી એવી એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો પડ્યો છે. જ્યા રેડ કરતાં ગાયત્રી મંદિરની સામે આવેલા ભવાની નગર પાસેથી એક માલિકીની જગ્યા પરથી આ જથ્થો ઝડપાયો. જેની જાણ થતાં ASPની ટીમ તેમજ ફોરેસ્ટ વિભાગ તેમજ FSLની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.

આપને કહી દઇએ કે બેશકિંમતી ઘોલ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી હતી. આ માછલી જેની જાળમાં આવે છે, તે માછીમાર બની જાય છે લખપતિ. ગુજરાતનો દરિયો આવી માછલીના ખજાનાના ભંડારથી ભરેલો છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે. રૂપિયા 5 હજાર કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17 ટકા જેટલું યોગદાન છે. છેલ્લા 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

હવે એ પણ સમજી લઈએ આખરે આ માછલીની ઉલટી આટલી કિંમતી કેમ છે. કેમ કે તેમની ઉલટીનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે. ખાસ કરીને તેના અંગોની દવા બનાવવામાં અને કોસ્મેટિક સાધનો બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતાં ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે. એટલે કે બ્રેઈન સેલ્સને ડેવલપ કરે છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે, અને આઠ વર્ષ જેટલું જીવે છે.

માછલીની ઉલટીની વિશેષતા

  • માછલીની ઉલટીનો ઉપયોગ દવાઓ માટે થાય છે
  • આ માછલીના ઉપયોગથી કોસ્મેટિક આઈટમ્સ બને
  • ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિનથી ભરપૂર
  • આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHAથી છે ભરપૂર
  • EPA સહિતના અનેક પોષકતત્વો માછલીમાં
  • માછલીના અંગોનો દવા બનાવવામાં ખાસ ઉપયોગ આ માછલી આંખ માટે પણ સારી હોય છે
  • ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે
  • માછલી બ્રેઈન સેલ્સને કરે છે ડેવલપ
  • પાંખોમાંથી શરીરમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે

લાંબી દેખાતી આ માછલીની કિંમત પણ ઘણી સારી છે. આ 1 માછલીની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. તેનાથી ઘણી વાનગીઓ તૈયાર કરવામાં તો આવે જ છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ બિયર અને વાઈન બનાવવામાં પણ થાય છે. આટલું જ નહીં તેમાં જે એર બ્લેડર મળે છે તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તેનું માંસ અને એર બ્લેડર અલગ-અલગ વેચાય છે, એર બ્લેડરની મુંબઈથી નિકાસ કરવામાં આવે છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">