Video : એક વર્ષથી વિદેશમાં રહેતા શિક્ષકોને કરાયા બરતરફ ! સુરતના એક શિક્ષક તો વર્ષમાં 33 વાર ગયા હતા દુબઇ

Video : એક વર્ષથી વિદેશમાં રહેતા શિક્ષકોને કરાયા બરતરફ ! સુરતના એક શિક્ષક તો વર્ષમાં 33 વાર ગયા હતા દુબઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2024 | 2:23 PM

સુરતમાં ફરી એક વખત શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સરકારી શાળાના આચાર્ય બાળકોને ભણાવવાનું છોડી વિદેશમાં મજામાણવાનો સિલસિલો યથાવત છે. સરકારી શાળાના આચાર્ય બાળકોને ભણાવવાનું છોડી દુબઈમાં વેપાર કરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.

છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 60 જેટલા શિક્ષકો છેલ્લા એક વર્ષથી વિદેશમાં હતા, વારંવાર સૂચના આપવા છતા શાળામાં તેઓ હાજર  થયા નહીં. જે પછી
સુરતમાં પણ બે શિક્ષકો વિરુદ્ધ પગલા લેવાયા. રાજ્યના શિક્ષણ મંત્રીના આદેશથી પગલા લેવાયા. સુરતનો એક શિક્ષક દુબઇમાં રહી વ્યવસાય કરતો હતો. જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતમાં ફરી એક વખત શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સરકારી શાળાના આચાર્ય બાળકોને ભણાવવાનું છોડી વિદેશમાં મજા માણવાનો સિલસિલો યથાવત છે. સરકારી શાળાના આચાર્ય બાળકોને ભણાવવાનું છોડી દુબઈમાં વેપાર કરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.

એક જ વર્ષમાં 33 વાર કર્યો દુબઇ પ્રવાસ

સુરતના વિવાદમાં આવેલા અમરોલીની શાળા નંબર 285ના આચાર્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી દુબઈમાં વેપાર કરતા હોવાનું સામે આવ્યુ છે. દુબઈમાં વેપાર – ધંધો હોવાથી આચાર્ય સંજય પટેલ બાળકોને ભણવવા કે શાળાનું કામ કરવાને બદલે વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી છે. વર્ષ 2023માં જ સંજય પટેલે 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.

આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે આચાર્ય સંજય પટેલે તેના મિત્રો સાથે પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થયા બાદ અમદાવાદમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે અપહરણકારોએ ઢોર માર માર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જે બાદ સંજય પટેલે અકસ્માતનું બહાનું કાઢી હાલ મેડિકલ લીવ પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ છે. સરકારી શાળાના આચાર્ય દુબઇમાં વેપાર જમાવીને ત્યાં અવરજવર કરી રહ્યા છે.તેમ છતાં શિક્ષણ વિભાગ અંધારામાં છે.

કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈને જાણ કરવાની હોય છે. પરંતુ સંજય પટેલે પોતાના દુબઈ પ્રવાસની ન તો કોઈને જાણ કરી છે કે ન તો કોઈ અધિકારીને ખ્યાલ છે. વિવાદ બાદ હવે હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે આચાર્યને રૂબરૂ ખુલાસા માટે નોટિસ આપી છે.આચાર્યની વારંવાર રજા મુદ્દે શાળાના રજીસ્ટરથી લઇને ઓનલાઇન હાજરી સુધીની તપાસ શરૂ કરાશે. જેનો ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરાશે.

g clip-path="url(#clip0_868_265)">