IPL 2025માં અર્શદીપ સિંહનો એક બોલ ફેંકવાના લાખો રુપિયા લેશે, આટલામાં તો એક કાર આવી જાય
ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે RTMનો ઉપયોગ કરીને ટીમમાં સામેલ કર્યો છે. અર્શદીપ સિંહને ખરીદવા માટે 18 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આટલા મોંઘા બોલરની એક બોલની કિંમત શું છે ચાલો જાણીએ.

આઈપીએલ 2025નું મેગા ઓક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં ફાસ્ટ બોલર પર કરોડો રુપિયાનો વરસાદ થયો છે. તો ચાલો જાણીએ આઈપીએલ 2025માં અર્શદીપ સિંહને એક બોલ ફેંકવાના કેટલા પૈસા મળશે. તમને જણાવી દઈએ કે, અર્શદીપ સિંહને આઈપીએલ 2025ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે RTMનો ઉપયોગ કરી ટીમમાં સામેલ કર્યો છે.

18 કરોડમાં પંજાબ કિંગ્સે ટીમમાં સામેલ કર્યો છે. હવે સૌ કોઈ જાણવા માંગે છે કે, આઈપીએલમાં સૌથી મોંઘા ફાસ્ટ બોલરને એક બોલ ફેંકવાના કેટલા પૈસા મળશે. તો તેને એક બોલ ફેંકવાના લાખો રુપિયા મળશે. અર્શદીપ સિંહનો આઈપીએલ 2025માં એક બોલ 5.36 લાખ રુપિયાનો પડશે.

આઈપીએલ 2025માં દરેક ટીમને ગ્રુપ સ્ટેજ પર 14 મેચ રમવાની છે. દરેક બોલર 4 ઓવર નાંખશે. એક ઓવર 6 બોલની હોય છે મતલબ કે, 14 મેચમાં કકુલ 336 બોલ થયા. અર્શદીપ સિંહને મેગા ઓક્શનમાં 18 કરોડ મળ્યા છે. તો આપણે 18 કરોડ રૂપિયાને તે 336 બોલમાં વહેંચીશું અને પછી 5.36 લાખ રૂપિયાની રકમ આવશે જે IPL 2025માં અર્શદીપના એક બોલની કિંમત છે.

અર્શદીપ સિંહે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. જે ટી20માં 200 વિકેટ લેનાર ફાસ્ટ બોલરનો સૌથી બેસ્ટ સ્ટ્રાઈક રેટ રાખનાર ભારતીય બન્યો છે. 151 મેચમાં 200 ટી20 વિકેટ લીધી છે.

અર્શદીપ સિંહ આઈપીએલ 2023થી દુનિયાભરમાં છવાઈ ગયો છે. કારણ કે, તેનું કામ જ એવું હતુ. અર્શદીપ સિંહે મુંબઈની 2 વિકેટ લઈ 2 ખેલાડીઓને ક્લીન બોલ્ડ કરીને સફળતા મેળવી હતી. આ બંને વિકેટ દરમિયાન મિડલ સ્ટંપ તેણે તોડી નાંખ્યા હતા. જેને લઈ તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.






































































