28.11.2024

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

Image -  GettyImages 

ઘરના બાથરુમમાં મોટાભાગના લોકો ટૂથબ્રશ રાખતા હોય છે. બાથરુમમાં વાતાવરણ ભેજવાળુ હોવાથી બેક્ટેરિયા વધે છે.

બાથરુમમાં ટૂથબ્રશ સારી રીતે ઢાંકીને રાખવા જોઈએ.

જો બાથરુમમાં ભેજના કારણે ટુવાલ સુકાતો નથી. જેથી તેમાંથી દુર્ગંધ અને બેક્ટેરિયા વધવા લાગે છે. જેના કારણે ઘણી વખત ત્વચાના રોગ થઈ શકે છે.

બાથરૂમમાં ભેજના કારણે શેવિંગ બ્લેડ પર કાટ લાગી જાય છે. તેથી તેને બાથરુમમાં ન રાખવી જોઈએ.

કેટલીક મહિલાઓ પણ બાથરુમમાં મેકઅપની વસ્તુઓ રાખતી હોય છે.

બાથરુમના ભેજવાળા અને ગરમ વાતાવરણના કારણે મેકઅપ જલદી બગડી જાય છે.

મેકઅપની પ્રોડક્ટ ડ્રેસિંગ ટેબલ પર રાખવી જોઈએ.  

મોટાભાગના લોકો કેટલીક દવાઓ બાથરુમમાં રાખે છે. જેથી દવા પણ જલદી ખરાબ થઈ જાય છે.