પોલીસની ડ્રાઇવથી સામાન્ય લોકો મુશ્કેલીમાં ! અમદાવાદ RTO કચેરીએ વાહનોના દંડ ભરવા લાંબી કતાર, જુઓ Video
અમદાવાદની RTO કચેરીમાં સતત ત્રીજા દિવસે લોકોની લાંબી લાઈન જોવા મળી. દંડ ભરવા લોકોની RTO કચેરી ખાતે લાંબી લાઈન જોવા મળી હતી. પોલીસની ડ્રાઇવથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસે ડિટેઇન કરેલા વાહનોનો દંડ ભરવા લાઈન લાગી હતી.
અમદાવાદ આરટીઓ કચેરીમાં સતત ત્રીજા દિવસે લોકોની લાંબી કતારો જોવા મળી. પોલીસની ડ્રાઇવથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓ કચેરી ખાતે દંડ ભરવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે ડિટેઇન કરેલા વાહનોનો દંડ ભરવા કતારો લાગી.
રાજ્યમાં ઠેર ઠેર વધતાં અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારે કેટલીક વાર હેલમેટ પહેર્યું નથી હોતું અથવા તો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવાને કારણે અકસ્માત સર્જાતો હોય છે. આવી ઘટનાનો ન બને તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.
ટ્રાફિક અને વાહન ચલાવતી વખતે સેફટીના નિયમો પાળવા વારંવાર કોર્ટ દ્વારા પણ સૂચના આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ ટ્રાફિકના નિયમો નેવે મૂકી વગર હેલમેટ કે અન્ય ટ્રાફિકના નિયમનો પાળ્યા વગર નીકળી પડતાં હોય છે.
આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાય દિવસથી આ પ્રકારે પોલીસ દ્વારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી વાહન ચાલકોને દંડ આપવામાં આવ્યો તો કેટલાક લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આવા વાહન ચાલકો હવે પોતાના વાહન છોડાવવા RTOના ધક્કા ખાતા જોવા મળ્યા છે.
લોકો પોતાની નોકરી, ધંધો મૂકી દંડ ભરવા પહોચ્યા હતા. આરટીઓમાં સમાન્ય દિવસોમાં રોજના 50 જેટલા ટોકન ઇસ્યુ થાય છે. જેની સામે 1000 થી વધુ લોકો દંડ ભરવા પહોચી રહ્યા છે. ગઈકાલે 500 ટોકન ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું પણ જણાઈ આવ્યું હતું.
ગઈકાલે RTO માં 18 લાખનો દંડ વસુલાયો છે. પરમદિવસે 250 થી વધુ ટોકન ઇસ્યુ થયા અને 9 લાખથી વધુનો દંડ વસુલાયો. ત્યારે બીજા દિવસે પણ આજે પણ 250 જેટલા ટોકન ઇસ્યુ થવાનું અનુમાન છે. લોકોને અગવડતા પડે નહીં તેના માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે. દંડ ભરવા પાંચ ટેબલ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી.