ગિફ્ટ પર ક્યારે લાગે ટેક્સ, ક્યારે મળે છે છૂટ ? જાણો તમામ સવાલોના જવાબ
ગિફ્ટ પર ટેક્સમાં સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ ફંક્શનમાં સંબંધીઓ અને મિત્રો દ્વારા પૈસાથી લઈને મોંઘીદાટ ગિફ્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં મૂંઝવણ રહે છે કે શું તેમને મળેલી ગિફ્ટ પર ટેક્સ ભરવો પડશે કે નહીં.
લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ ફંક્શનમાં સંબંધીઓ અને મિત્રો દ્વારા પૈસાથી લઈને મોંઘીદાટ ગિફ્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં મૂંઝવણ રહે છે કે શું તેમને મળેલી ગિફ્ટ પર ટેક્સ ભરવો પડશે કે નહીં. ગિફ્ટ પર ટેક્સમાં સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે મિત્રો અથવા પરિચિતો પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ લાગી શકે છે.
પત્ની, માતા-પિતા, બાળકો, ભાઈ-બહેન, જમાઈ, પુત્રવધૂ, પૌત્રો, દાદા-દાદી તરફથી મળેલી ગિફ્ટ કરમુક્ત છે. ભત્રીજા-ભત્રીજી, કાકા-કાકી, મામા-કાકી પાસેથી મળેલી ગિફ્ટ પણ કરમુક્ત છે. આ સિવાય લગ્ન પ્રસંગે મળતી ગિફ્ટ કરમુક્ત છે. કોઈપણ વ્યક્તિ માટે એક નાણાકીય વર્ષમાં રૂ. 50,000 સુધીની ગિફ્ટ કરમુક્ત છે. ભલે તે કોઈ સંબંધી પાસેથી મળી હોય તો પણ 50,000 રૂપિયા સુધીની ગિફ્ટ કરમુક્ત છે. આનાથી મોટી ગિફ્ટ પર ટેક્સ લાગી શકે છે.