સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
વિપક્ષના નેતાનો આરોપ છે કે અનેક સમયથી સિટી બસમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ કૌભાંડથી મહાનગરપાલિકાને ચૂનો લાગી રહ્યો છે અને લોકો સાથે પણ છેતરપિંડી થઇ રહી છે.
સુરતમાં દોડતી સિટીલિંક બસમાં ગોલમાલ થઇ રહી છે અને લોકો પાસેથી ટિકિટના રૂપિયા તો લેવામાં આવી રહ્યા છે, પરંતુ ટિકિટ આપવામાં આવી રહી નથી. આ કૌભાંડનો ખુલાસો વિપક્ષે કર્યો છે. જે બાદ સવાલ થઇ રહ્યા છે કે આખરે સુરત મહાનગરપાલિકાનું તંત્ર શું કરી રહ્યું છે.
વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સીટી બસમાં વીડિયો ઉતારી આ કૌભાંડને વાયરલ કર્યો છે. નેતાએ સામાન્ય મુસાફરોની જેમ મુસાફરી કરી રિયાલિટી ચેક કર્યું. પુણાગામથી અમેઝીયા સુધીની મુસાફરી બસમાં ગેરરીતિ સામે આવી છે. કંડક્ટર ટિકિટ ન આપતો હોવાનું વીડિયોમાં ધ્યાને આવ્યું છે.
વિપક્ષના નેતાનો આરોપ છે કે અનેક સમયથી સિટી બસમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ કૌભાંડથી મહાનગરપાલિકાને ચૂનો લાગી રહ્યો છે અને લોકો સાથે પણ છેતરપિંડી થઇ રહી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે બસમાં આવી રીતે કૌભાંડ થઇ રહ્યું છે. આ વાત મહાનગરપાલિકાના સત્તાધીશો પણ જાણે છે. SMC ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ખુદ એજન્સીથી ત્રાહિમામ પોકારી ગયા છે. પોતે ચેરમેન માની રહ્યા છે કે આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે. ગત મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. છતાં આવા કૌભાંડ સામે આવી રહ્યા છે.