પત્ની છે જાપાનીઝ, 3 બાળકોના પિતા એસ. જયશંકરનો પરિવાર જુઓ

સુબ્રહ્મણ્યમ જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી 1955 રોજ થયો છે. જય શંકરની પહેલી પત્નીનું નામ શોભા હતું જેનું કેન્સરના કારણે નિધન થયું હતુ. ત્યારબાદ બીજા લગ્ન ક્યોકો સોમેકાવા સાથે કર્યા હતા. તો ચાલો આજે આપણે વિદેશ મંત્રી એસ જયશંકરના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jan 09, 2025 | 9:34 AM
સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી છે તો આજે તેના પરિવાર વિશે વાત કરીએ.

1 / 14
જયશંકરનો જન્મ દિલ્હીમાં  કૃષ્ણસ્વામી સુબ્રહ્મણ્યમ અને સુલોચના સુબ્રહ્મણ્યમને ત્યાં થયો હતો.તેમનો ઉછેરહિન્દુ પરિવારમાં થયો હતો. જયશંકર  3 બાળકોના પિતા છે. તો ચાલો આજે જયશંકરના પરિવાર વિશે વાત કરીએ.

2 / 14
 તેમની એક બહેન સુધા સુબ્રહ્મણ્યમ અને બે ભાઈઓ છે, સંજય સુબ્રમણ્યમ અને આઈએએસ અધિકારી એસ. વિજય કુમાર,ભારતના ભૂતપૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ તરીકે સેવા આપી ચુક્યા છે.

3 / 14
 વિદેશ મંત્રી એસ જયશંકરની પત્ની ક્યોકો જયશંકર મૂળ જાપાની છે.  વિદેશ મંત્રી એસ. જયશંકર અને ક્યોકોને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રો ધ્રુવ અને અર્જુન અને એક પુત્રી મેધા છે.તે રશિયન, અંગ્રેજી, તમિલમાં વાતચીત કરી શકે છે તેમજ હિન્દી, જાપાનીઝ, ચાઈનીઝ ભાષા બોલી શકે છે.

4 / 14
જયશંકરે તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીની એર ફોર્સ સ્કૂલ અને બેંગ્લોર મિલિટરી સ્કૂલમાં કર્યું હતું. ત્યારબાદ તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

5 / 14
 તેઓ 1977માં ભારતીય વિદેશ સેવા (IFS)માં જોડાયા હતા અને 38 વર્ષથી વધુની તેમની રાજદ્વારી કારકિર્દી દરમિયાન તેમણે સિંગાપોરમાં હાઈ કમિશનર (2007-2009) અને ચેક રિપબ્લિકમાં રાજદૂત તરીકે સહિત ભારત અને વિદેશમાં વિવિધધ ક્ષેત્રમાં સેવા આપી હતી.

6 / 14
તેમણે પોલિટિકલ સાયન્સમાં MA અને M.Phil છે. અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી પીએચડી કર્યું છે.જે 2019 થી ભારત સરકારના 30મા વિદેશ મંત્રી તરીકે સેવા આપે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને 5 જુલાઈ 2019થી રાજ્યસભામાં સંસદસભ્ય છે.

7 / 14
જયશંકરને 29 જાન્યુઆરી 2015ના રોજ ભારતના વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકની જાહેરાત 28 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિની બેઠક બાદ કરવામાં આવી હતી.

8 / 14
 જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી.નટવર સિંહ પછી ભારતના વિદેશ મંત્રી તરીકે નિયુક્ત થનારા તેઓ બીજા રાજદ્વારી છે.જેમણે ભારતના વિદેશમંત્રી તરીકે શપથ લીધા,

9 / 14
2019માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 30 મે 2019ના રોજ, તેમણે બીજા મોદી મંત્રાલયમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.તેમને 31 મે 2019 ના રોજ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

10 / 14
31 મે 2019ના રોજ, તેમની નિમણૂક વિદેશ મંત્રીના કાર્યાલયમાં કરવામાં આવી હતી.જયશંકરે 30 મે 2019ના રોજ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.5 જુલાઈ 2019ના રોજ, તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે સુષ્મા સ્વરાજનું સ્થાન લીધું જેઓ તેમના પ્રથમ કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ મંત્રી હતા.

11 / 14
નરેન્દ્ર મોદી 2011માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો. પહેલી વખત જયશંકર અને મોદીની મુલાકાત થઈ હતી. તે સમયે જયશંકર ચીનમાં ભારતના રાજદુત હતા.

12 / 14
જયશંકર સામાન્ય લોકોમાં પણ ખૂબ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ ફરીથી તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જયશંકર રાજ્યસભાના સાંસદ છે.

13 / 14
એસ જયશંકરે ફરી એકવાર મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે શપથ લીધા છે. જયશંકરે રાજદ્વારીથી લઈને વિદેશ મંત્રી સુધીની લાંબી અને શાનદાર યાત્રા કરી છે. અગાઉની મોદી સરકારમાં દેશની વિદેશ નીતિને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આનો સંપૂર્ણ શ્રેય વિદેશ મંત્રી એસ જયશંકરને આપવામાં આવ્યો હતો.

14 / 14
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">