ભગવાન શ્રીરામની શ્રી ચરણ પાદુકાના દર્શન કરી સહુ કોઈ થયા અભિભૂત, રાસ-ગરબા, ફટાકડા ફોડી કરાયુ સ્વાગત-જુઓ તસ્વીરો
અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મીત મંદિરમાં રામચંદ્રજીની ચરણપાદુકા પધરાવવામાં આવનાર છે. ત્યારે હાલ આ ચરણ પાદુકા દર્શન માટે ગુજરાત આવી પહોંચી છે. જેમમા અમદાવદ બાદ રાજકોટ સહિત સોમનાથ અને દ્વારકા જશે. સહુ કોઈ આ ચરણપાદુકાના દર્શન કરી ભગવાન શ્રીરામના દર્શન કર્યા બરાબર ધન્યતા અનુભવી રહ્યા છે.


આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના નવનિર્મિત મંદિર એ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહયો છે. ત્યારે મંદિર ની અંદર ભગવાનના ગર્ભગૃહ ખાતે ભગવાન શ્રીરામના શ્રીચરણ પાદુકા પણ પધરાવવામાં આવનાર છે.

સોના અને ચાંદીમાંથી બનેલી 8કિલોગ્રામની શ્રીચરણ પાદુકાના દર્શન કરી હાલ સૌ કોઈ અભિભૂત થઈ રહ્યા છે. ગુજરાત અને અમદાવાદ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અને ત્યાંથી સોમનાથ અને દ્વારકા જશે ભગવાનના ચરણ પાદુકા.

હાલ ભગવાનના શ્રી રામચંદ્ર ભગવાનના ચરણ પાદુકા જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ત્યાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે જ રાસ ગરબા ધૂન અને ફટાકડા ફોડી વાજતે ગાજતે ભગવાનના ચરણ પાદુકાને લોકો દર્શન અને માથા પર ચડાવી રહ્યા છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરના ખૂણે ખૂણે ભગવાન રામચંદ્રજી મહારાજની પાદુકાઓ ભક્તો દર્શનનો લાભ લઇ શકે.

રામચંદ્રજી મહારાજની પાદુકાઓ બનાવવા પાછળ બે મહિનાનો સમય લાગ્યો હોવાનું અને તેમજ જે પાદુકાઓ બનાવવામાં આવી છે. તેમાં સાત કિલો ચાંદી અને એક કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શ્રી રામચંદ્રજીની પાદુકા જેમાંથી બની છે તે અયોધ્યા ખાતે રામચંદ્રજી મહારાજની લાકડાની પાદુકા છે. તેના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. લાકડાની પાદુકામાં જે પ્રકારે અક્ષત કુંભ, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, ઓમ, સ્વસ્તિક, ગદા સહિતના ચિહ્નો છે. એ જ પ્રકારના ચિન્હો ગર્ભગૃહમાં રાખવામાં આવનાર સોનાને ચાંદી ચડિત ચરણ પાદુકામાં પણ બનાવવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ચરણ પાદુકા સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત રાજકોટથી દ્વારકા સોમનાથ અને ત્યારબાદ ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરી વળશે.

ભગવાન શ્રીરાઘવેન્દ્ર સરકારના ચરણ પાદુકા પધારતા ઢોલ નગારા અને ભજન અને ધૂનના તાલે વાજતે ગાજતે ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે જ અબીલ ગુલાલને ગુલાબના ફૂલ છોડો ઉડાડીને ભગવાનને વધાવવામાં આવ્યા હતા.

રાજકોટ કાશ્મીરાબેન નથવાણી અને તેમના પરિવારને ત્યાં ચરણ પાદુકાના દર્શનનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં પરિવાર અને શહેરીજનો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા.

































































