જૂના મકાન માલિકે ‘ઘરનું વીજળી બિલ’ ચૂકવ્યું નથી, મકાન વેચાઈ ગયું તો જાણો આવા કિસ્સામાં કોની પાસેથી વસૂલાત થાય છે
Electricity Bill Recovery Rule: જો જૂના માલિકે વેચાણ પહેલાં વીજળી બિલ ચૂકવ્યું ન હોય, તો શું નવા માલિક પાસેથી વીજળી બિલ વસૂલવામાં આવશે? જાણો આ માટેના નિયમો શું છે.

આજકાલ ફ્રોડ વધારે થાય છે. ઘણા લોકો પોતાના સપનાનું ઘર લેતા હોય છે. તો તેઓ ઘણી વખત અમુક વસ્તુ ચેક કરતા ભૂલી જતા હોય છે. જેમ કે ગેસ બિલ, વેરો, પાણી લાઈન વગેરે.

વીજળી કંપનીઓ નવા મકાનમાલિકને નોટિસ મોકલીને કહે છે કે જૂના બાકી લેણાં ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વીજળી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં મકાનમાલિકને બાકી વીજળી બિલ ચૂકવવાની ફરજ પડે છે.

આ વાત પહેલાથી જાણી લો: તેથી જ્યારે તમે કોઈની પાસેથી ઘર ખરીદો છો, ત્યારે ફક્ત તે ઘરની રજિસ્ટ્રી જ નહીં, પણ વીજળી બિલ, પાણી બિલ અને અન્ય ઉપયોગિતાઓનાં બાકી બિલ પણ તપાસવા જરૂરી છે. જૂના મીટર વિશે પણ માહિતી મેળવો.

કરારમાં એક શરત પણ ઉમેરો કે ઘર વેચનાર બધી બાકી રકમ ચૂકવ્યા પછી જ મિલકત ટ્રાન્સફર કરશે. આનાથી તમને ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવાથી બચાવ થશે.

કોર્ટે ઘણા કેસોમાં સ્પષ્ટ કર્યું છે કે, બિલ ચૂકવવાના સમયે જે વ્યક્તિના નામે વીજળી કનેક્શન હતું તેની પાસેથી બાકી બિલની વસૂલાત કરવી જોઈએ. અગાઉના માલિકે બાકી બિલ ચૂકવવા જોઈએ. ખાસ કરીને જો વેચાણ સમયે બંને પક્ષ જોડે કરાર થયો હોવો જોઈએ કે કોણ બાકીનું બિલ ચૂકવશે.
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
