AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો 30 દિવસ સુધી રોજ નારિયેળ પાણી પીશો, તો શરીરમાં થશે આ ‘મોટા ફેરફારો’

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે નારિયેળ પાણી એક વરદાન સમાન છે. તે માત્ર તરસ જ નથી છિપાવતું પરંતુ ધીમે ધીમે તમારા શરીરને અંદરથી સ્વસ્થ પણ બનાવે છે. જો તમે સતત 30 દિવસ સુધી રોજ એક નારિયેળ પાણી પીવાનું શરૂ કરો, તો તમારા શરીરમાં તમને અદભૂત ફેરફારો જોવા મળી શકે છે.

| Updated on: Apr 17, 2026 | 7:44 PM
Share
છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. આવી સ્થિતિમાં, શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે લોકો અવારનવાર ડાયટમાં એવી વસ્તુઓ ઉમેરે છે કે, જે ટેસ્ટી અને હેલ્ધી બંને હોય છે. નારિયેળ પાણી પણ તેમાંથી એક છે, જે તમારા શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

1 / 6
આ એક નેચરલ 'એનર્જી ડ્રિંક' છે, જે રાતોરાત નહીં પરંતુ ધીમે ધીમે તમારા શરીરને અંદરથી બદલે છે. જો તમે સતત 30 દિવસ સુધી તમારા રૂટિનમાં માત્ર એક નારિયેળ પાણીનો સમાવેશ કરો છો, તો તમારા શરીરમાં ઘણા એવા શાનદાર ફેરફારો થશે કે, જેનો તમે પોતે અનુભવ કરી શકશો.

2 / 6
જણાવી ડદઈએ કે, જે લોકોને જમ્યા પછી બ્લોટિંગ (પેટ ફૂલવું) કે ગેસની સમસ્યા રહેતી હોય, તેમના માટે આ પીણું કોઈ વરદાનથી ઓછું નથી. નારિયેળ પાણી પચવામાં ખૂબ જ હલકું હોય છે અને તેમાં ફેટ નહિવત હોય છે. તે પેટની ગરમી અને એસિડિટીને ઓછી કરી પાચનમાં સુધારો કરે છે.

3 / 6
નારિયેળ પાણી કુદરતી એનર્જી ડ્રિંક છે, જેમાં નેચરલ મીઠાશ હોય છે. તે કોઈપણ નુકસાન વિના તમને આખો દિવસ ઊર્જા આપે છે, જેનાથી બપોરના સમયે આવતી સુસ્તી અને આળસમાંથી છુટકારો મળે છે. નારિયેળ પાણીને ડાયટમાં એડ (Add) કરવાથી પોટેશિયમની ઊણપ પૂરી થાય છે. તે માત્ર તમારા થાકેલા સ્નાયુઓને આરામ જ નથી આપતું પરંતુ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખીને તમારા હૃદયના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે.

4 / 6
ગરમીના દિવસોમાં અવારનવાર શરીરમાંથી પરસેવો નીકળવાને કારણે પાણીની અછત સર્જાય છે. આવી સ્થિતિમાં નારિયેળ પાણીમાં રહેલા પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા 'ઈલેક્ટ્રોલાઈટ્સ' શરીરને અંદરથી હાઇડ્રેટ કરે છે. આનાથી થાક દૂર થાય છે અને પાણીની કમી પણ પૂરી થાય છે. વધુમાં જ્યારે તમારું શરીર અંદરથી પૂરી રીતે હાઇડ્રેટેડ રહે છે, ત્યારે તેની સીધી અસર તમારા ચહેરા પર દેખાય છે. 30 દિવસ સુધી નિયમિત રીતે નારિયેળ પાણી પીવાથી ત્વચાની શુષ્કતા અને નિસ્તેજતા (Dryness and Dullness) દૂર થવા લાગે છે. તે સ્કિનને અંદરથી ભેજ આપીને તેને ચમકદાર અને મુલાયમ બનાવે છે.

5 / 6
નારિયેળ પાણી ભલે સ્વાસ્થ્યનો ખજાનો હોય પરંતુ દરેકનું શરીર અલગ-અલગ હોય છે. બીજા ફળોના રસની સરખામણીમાં તેમાં સુગર ઘણી ઓછી હોય છે, તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. આ ઉપરાંત, તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી જે લોકોને કિડનીને લગતી કોઈ સમસ્યા હોય, તેમણે તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

6 / 6

આ પણ વાંચો: ચા પીધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ ? જાણો તેના ગંભીર કારણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">