AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાનની સૌથી મોટી જાહેરાત, આખરે 40 દિવસ બાદ જહાજો માટે સંપૂર્ણ રીતે ખોલાયું Strait of Hormuz, જાણો કારણ

40 દિવસ પછી, હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ફરી ખુલી ગયું છે. યુદ્ધવિરામની શરતો હેઠળ ઈરાને આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

Breaking News : ઈરાનની સૌથી મોટી જાહેરાત, આખરે 40 દિવસ બાદ જહાજો માટે સંપૂર્ણ રીતે ખોલાયું Strait of Hormuz, જાણો કારણ
| Updated on: Apr 17, 2026 | 7:06 PM
Share

40 દિવસ બાદ તમામ જહાજો માટે Hormuz Strait ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. Abbas Araghchi દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. યુદ્ધવિરામની શરતોને ધ્યાનમાં રાખીને ઈરાને આ પગલું ભર્યું છે. અરાઘચીએ જણાવ્યું કે હવે આ માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્લો છે અને તમામ જહાજો કોઈપણ અવરોધ વિના પસાર થઈ શકશે. ઈરાનના દરિયાઈ સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત માર્ગનું પાલન કરવું પડશે.

તમામ વાણિજ્યિક જહાજોને સરળતાથી પસાર થવાની મંજૂરી

ઈરાને 6 માર્ચે સંભવિત અમેરિકી હુમલાઓની અસર ઘટાડવા માટે આ જળમાર્ગ બંધ કર્યો હતો. હવે, લેબનોનમાં થયેલા યુદ્ધવિરામ બાદ પરિસ્થિતિમાં સુધારો થતાં, આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અરાઘચીએ જણાવ્યું કે, “જ્યાં સુધી યુદ્ધવિરામ ચાલુ રહેશે, ત્યાં સુધી તમામ વાણિજ્યિક જહાજોને સરળતાથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.”

આ નિર્ણય પાછળના કારણો પણ મહત્વપૂર્ણ છે. Donald Trumpએ થોડા દિવસ પહેલા હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવાની વાત કરી હતી. તેમણે ચીન સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે સહમતિની વાત પણ કરી હતી. યુદ્ધવિરામને આગળ વધારવા માટે અમેરિકા દ્વારા ઈરાન પર દબાણ કરવામાં આવ્યું હતું કે સ્ટ્રેટ ખોલવું જરૂરી છે, નહિતર વાટાઘાટો અટકી શકે.

ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોના નેતાઓ ભાગ લેશે

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાન પર દબાણ વધ્યું હતું. પેરિસમાં લગભગ 40 દેશોની બેઠક યોજાવાની છે, જેમાં ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોના નેતાઓ ભાગ લેશે. આવી સ્થિતિમાં ઈરાન માટે તમામ દેશોનો સામનો કરવો મુશ્કેલ હતો. બીજી તરફ, ઓમાને જળમાર્ગ પર ટોલ વસૂલવાના પ્રસ્તાવને નકારી કાઢતા ઈરાન પર વધુ દબાણ આવ્યું.

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચે આવેલા આ સાંકડા માર્ગમાંથી વિશ્વના લગભગ 20 ટકા તેલનો પુરવઠો પસાર થાય છે. કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક અને બહેરીન જેવા દેશો માટે આ માર્ગ મુખ્ય નિકાસ માર્ગ છે. તેથી, આ સ્ટ્રેટ ખુલ્લું રહેવું વૈશ્વિક વેપાર અને ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.

અમેરિકા-ઈરાન નહીં, ભારત નીકળ્યું સમુદ્રનો સાચો કિંગ…જાણો કેવી રીતે

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">