AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 25 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
GT vs KKR
| Updated on: Apr 17, 2026 | 7:21 PM
Share

IPL 2026માં આજે સિઝનના 25 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બોલિંગ કરશે. GT આ સિઝનની પાંચમી જ્યારે KKR છઠ્ઠી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અજિંક્ય રહાણેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે વિચાર્યું કે બેટ્સમેનોને સ્વતંત્રતા આપવી અને પછી કુલ સ્કોરનો બચાવ કરવો એ એક સારો અભિગમ રહેશે. અમે આજે આક્રમક ક્રિકેટ રમીશું. આજે ટીમમાં એક ફેરફાર કર્યો છે. ફિન એલનની જગ્યાએ ટિમ સીફર્ટ આજની મેચમાં રમશે.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે ગિલે કહ્યું કે સાચું કહું તો, અમે પહેલા બોલિંગ જ કરવા માંગતા હતા. કદાચ ઝાકળ પડી શકે છે. અમે સતત બે મેચો જીતી છે અને આ જીતનો સિલસિલો ચાલુ રાખવા પ્રયાસ કરીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નાથિયા એન છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાનમાં ઉતરીશું.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

ટિમ સેફર્ટ, સુનિલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: વરુણ ચક્રવર્તી, ફિન એલન, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, મનીષ પાંડે.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ(કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર(વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અશોક શર્મા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણા.

ઈમ્પેક્ટ સબ્સ: જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, માનવ સુથાર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત.

Breaking News: KKR સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને ફટકો, ચાર સદી ફટકારનાર ખેલાડી આખી સિઝનમાંથી થયો બહાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">