સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત ડૉ પ્રીતિ અદાણીએ નર્મદાના ગ્રામીણ સ્વયં સેવકો સાથે કરી મુલાકાત, આદિવાસી જિલ્લામાં વિતાવ્યો એક દિવસ- જુઓ તસ્વીરો
અમદાવાદ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, ગરૂડેશ્વર, તિલકવાડા, સાગબારા અને નાંદોદ ગામના તમાંમ પાંચ વહીવટી બ્લોકમાં 2018થી ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ચલાવી રહ્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ પ્રીતિ અદાણીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી.

અદાણી ફાઉન્ડેશ દ્વારા વર્ષ 2018થી ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યુો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ પ્રીતિ અદાણીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 11 રાજ્યોમાં 14 CSR સાઈટ્સ ખાતે મહિલાઓ અને બાળકોમાં (0-5 વર્ષના) કુપોષણ સામે લડવાનો છે.

રાજપીપળાની મુલાકાત દરમિયાન વાઈબ્રન્ટ આદિવાસી નૃત્ય સાથે ડૉ પ્રીતિ અદાણીનું સ્વાગત કરાયુ હતુ. નર્મદાના લોકોના સ્વાસ્થ્ય માટે હ્રદયસ્પર્શી વાર્તાલાપ કરવામાં આવ્યો. આદિવાસી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુપોષણ પ્રોજેક્ટમાં 38,388 બાળકો, 7991 કિશોરવીયની છોકરીઓ અને 12,382 મહિલાઓને આવરી લેવાઈ છે.

આ મુલાાત દરમિયાન ડૉ પ્રીતિ અદાણીએ જિલ્લામાં કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે215 સુપોષણ સંગીનીઓની કામગીરીને બિરદાવી હતી. નર્મદાના પડકારજનક ભૂપ્રદેશમાં સંવેદનશીલ વસ્તી સુધી પહોંચવાના સમર્પણની પણ પ્રશંસા કરી. આ સુપોષણ સંગીનીઓએ પણ અદાણી ફાઉન્ડેશનમાં જોડાયા બાદ તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતા જીવનમાં આવેલા પરિવર્તનો શેર કર્યા.

ડૉ પ્રીતિ અદાણીએ જણાવ્યુ કે હાલ ભારત અસાધારણ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આરોગ્ય અને પોષણના પરિમાણોની વાત આવે ત્યારે આપણે પાછળ ન રહેવુ જોઈએ. અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા પોષણ અભિયાનને મજબુત બનાવી રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં સુપોષણ ટીમ છેવાડાના લોકો સુધી પહોંચીને નોંધનીય કામગીરી બજાવી છે.