AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond League Final 2023: શું ડિફેન્ડીંગ ચેમ્પિયન નીરજ ચોપરા કરશે 90 મીટર થ્રોનો આંક પાર? જાણો ક્યા અને ક્યારે જોઇ શકાશે લાઇવ મેચ

હાલનો ઓલમ્પિક અને વિશ્વ જેવેલિન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરા, અમેરિકાના યૂજીનમાં આયોજીત ડાયમંડ લીગ 2023 ફાઇનલમાં ભાગ લેનાર એક માત્ર ભારતીય ખેલાડી હશે. આ મેચ ભારતમાં લાઇવ જોઇ શકાશે. નીરજ સિવાય અન્ય બે ભારતીય ખેલાડી ડાયમંડ લીગની ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા પણ તેમણે એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખી નામ પાછું ખેંચી લીધુ હતું. નીરજ આ ઇવેન્ટમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 3:41 PM
Share
ભારતનો સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા શનિવારે સંયુક્ત રાજ્ય અમેરિકાના યૂજીનમાં ડાયમંડ લીગ 2023 ફાઇનલ રમવા મેદાન પર ઉતરશે. નીરજ ચોપરા આ ઇવેન્ટનો ડિફેન્ડીંગ ચેમ્પિયન છે. તેથી તેની નજર તેનો ખિતાબ બચાવવા પર હશે. (PC: Reuters)

1 / 5
યૂજીનની ઇવેન્ટ બાદ ડાયમંડ લીગની આ વર્ષની ઇવેન્ટ પણ સમાપ્ત થઇ જશે. ડાયમંડ લીગની ફાઇનલમાં એથ્લીટ 13 સ્ટેજની રમત બાદ ક્વોલીફાય કરે છે. નીરજ ચોપરાને જેવેલિન થ્રોમાં ઓલિવર હેલૈંડર (ફિનલેન્ડ), એન્ડ્રીયન માર્ડારે (મોલ્દોવા), એન્ડરસન પીટર્સ (ગ્રેનેડા), કર્ટિસ થોમ્પસન (સંયુક્ત રાજ્ય અમેરિકા), જૈકબ વાડલેજ (ચેક ગણરાજ્ય) ચુનૌતી આપશે. (PC:PTI)

2 / 5
ડાયમંડ લીગની ફાઇનલમાં ભાગ લેનાર નીરજ ચોપરા એક માત્ર ભારતીય ખેલાડી હશે. લાંબી કૂદમાં મુરલી શ્રીશંકર અને 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ ક્વોલીફાઇ કર્યુ હતુ પણ તેમણે એશિયન ગેમ્સના કારણે ઇવેન્ટમાંથી નામ પાછુ ખેંચી લીધુ હતુ. (PC:Twitter)

3 / 5
નીરજ ચોપરાએ 2022 ડાયમંડ લીગની ફાઇનલ ઇવેન્ટમાં જીત મેળવી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.ગત મહિને બુડાપેસ્ટમાં નીરજ ચોપરાએ વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો હતો. (PC: Reuters)

4 / 5
ડાયમંડ લીગ 2023ની ફાઇનલનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ પર સ્પોર્ટ્સ 18 દ્વારા કરવામાં આવશે અને ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ જીઓ સિનેમાં પર કરવામાં આવશે. જેવેલિન થ્રો ઇવેન્ટની શરૂઆત ભારતીય સમય પ્રમાણે 17 સપ્ટેમ્બરે રાત્રે 12:50 વાગ્યે થશે. (PC:AP)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">