AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મીઠા લીમડાના પાન દેખાવમાં સામાન્ય, છતાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી, જાણો તેના લાભ

આપણા ભારતીય રસોડામાં સામાન્ય લાગતા મીઠા લીમડાના પાન માત્ર દાળ કે પુલાવનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે અનેક બીમારીઓ માટે એક રામબાણ ઘરેલું ઉપચાર પણ છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધે છે, ત્યારે ખાલી પેટે લીમડાના પાનનું પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પાન પોષકતત્ત્વોથી ભરપૂર છે અને પાચન સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ ડાયાબિટીસ અને વજન નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. ચાલો, આ ગુણકારી પાનના વિવિધ સ્વાસ્થ્ય લાભો વિશે વિગતવાર જાણીએ.

| Updated on: Jul 16, 2025 | 4:31 PM
Share
મીઠો લીમડા અથવા કઢી પત્તા તરીકે પણ ઓળખાતા આ પાન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાન એન્ટીઑકિસડન્ટ, વિટામિન A, B, C અને આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજોથી ભરપૂર છે. પ્રચૂર પ્રમાણમાં રહેલા પોષકતત્ત્વોના કારણે આ પાન કુદરતી દવાની જેમ કામ કરે છે. લીમડાના પાન ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ માટે ઘરેલુ રામબાણ ઉપચાર કહેવાય છે.

1 / 7
આ પાન ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ફક્ત એક મસાલો નથી પરંતુ બીમારીઓ માટે દેશી દવા પણ છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, જ્યારે સ્વાસ્થ્યની સમસ્યામાં વધારો થાય છે ત્યારે નિયમિત ખાલી પેટે આ લીમડાના પાનનું પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

2 / 7
લીમડાના પાનનું સેવન પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જે કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જ્યારે પાચન તંત્ર નબળું હોય છે, ત્યારે કડી પત્તાનું પાણી આંતરડાને સ્વચ્છ રાખે છે અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

3 / 7
લીમડામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ચોમાસામાં શરદી અને વાયરલ ચેપ સામે રક્ષણ આપે છે. વરસાદી સિઝનમાં સૌથી વધુ વાયરસ સબંધિત રોગોનું પ્રમાણ વધે છે. ત્યારે આ પાનના સેવનથી બીમારીને દૂર રાખી શકાશે.

4 / 7
એન્ટિ-હાઇપરગ્લાયકેમિક ગુણધર્મો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા કાર્બાઝોલ આલ્કલોઇડ્સ ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને ગ્લુકોઝ શોષણ ઘટાડે છે.

5 / 7
ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સવારે 8-10 તાજા લીમડાના પાન પાણીમાં ઉકાળવાથી અથવા તેને આખી રાત પલાળીને તે પાણી પીવાથી ફાયદો થાય છે. તે ઇન્સ્યુલિન સ્તરને સંતુલિત કરે છે અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.

6 / 7
આ પાનમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ચયાપચય વધારે છે અને ચરબી વધારવામાં મદદ કરે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે, જે વધુ પડતું ખાવાની આદત ઘટાડે છે. લોકોમાં વારંવાર નાસ્તો કરવાની આદત હોય છે. તેના કારણે અજાણતાં જ તેમનું વજન વધવા લાગે છે. ત્યારે આ પાનનું સેવન કરવાથી પેટમાં થતી બળતરા દૂર થશે અને ભૂખ લાગશે નહી. આમ, વજન પર નિયંત્રણ આવશે. ( All photos Credit:  google and social media)

7 / 7

જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.

g clip-path="url(#clip0_868_265)">