વૈભવ સૂર્યવંશીને મળ્યો નવો કોચ, કારકિર્દીની અંતિમ મેચમાં 0 પર થયો હતો આઉટ
ભારતની અંડર 19 ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ ક્રિકેટર યેરે ગૌડને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય અંડર 19 ટીમ 21 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ ટીમમાં યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે અને હવે વૈભવ ગૌડની કોચિંગમાં ટીમ ઈન્ડિયામાં રમશે.

ટીમ ઈન્ડિયાના ચાહકો એશિયા કપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વૈભવ સૂર્યવંશીના ચાહકો ભારતની અંડર 19 ટીમની મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતની અંડર 19 ટીમ 21 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે અને આ મોટી શ્રેણી પહેલા નવા મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી છે.

આ જવાબદારી યેરે ગૌડને સોંપવામાં આવી છે, જેમણે ફર્સ્ટ ક્લાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર, યેરે ગૌડના કોચિંગ સ્ટાફમાં દેવાશીષ મોહંતી, રાજીવ દત્તા અને શુભદીપ ભટ્ટાચાર્યનો સમાવેશ થશે. મોહન્તીને ફાસ્ટ બોલિંગ કોચ બનાવવામાં આવશે, રાજીવ દત્તા બોલિંગ કોચ રહેશે, જ્યારે શુભદીપ ફિલ્ડિંગ કોચ રહેશે.

યેરે ગૌડ કર્ણાટક અને રેલવેના ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેમણે પોતાની કારકિર્દીમાં 134 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 16 સદી અને 39 અડધી સદી ફટકારી હતી. ગૌડની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં સરેરાશ 45 થી વધુ હતી. લિસ્ટ A ક્રિકેટમાં પણ તેમણે 37 થી વધુની સરેરાશથી 1051 રન બનાવ્યા હતા.

યેરે ગૌડે 2011માં પોતાની કારકિર્દીની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેઓ શૂન્ય પર આઉટ થયા હતા. કોચિંગની વાત કરીએ તો, તેઓ છેલ્લી ડોમેસ્ટિક સિઝનમાં કર્ણાટકના મુખ્ય કોચ હતા. આ ઉપરાંત, તેમણે કર્ણાટક અંડર 23 ટીમને પણ કોચિંગ આપ્યું છે.

ભારતની અંડર 19 ટીમ 21 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસમાં ત્રણ મેચની ODI શ્રેણી રમાશે, જે બ્રિસ્બેનમાં યોજાશે. પહેલી ODI 21 સપ્ટેમ્બર, બીજી ODI 24 સપ્ટેમ્બર અને ત્રીજી ODI 26 સપ્ટેમ્બરના રોજ રમાશે. યૂથ ODI શ્રેણી પછી, બે મેચની યૂથ ટેસ્ટ શ્રેણી રમાશે. પહેલી મેચ 30 સપ્ટેમ્બર અને બીજી મેચ 7 ઓક્ટોબરના રોજ રમાશે. (All Photo Credit : PTI / GETTY / ESPN)
IPL બાદ વૈભવ સૂર્યવંશી હવે ભારતીય અંડર 19 ટીમમાં કમાલ બતાવવા તૈયાર છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
