ICC rule book EP 20 : બોલ ફેંકાય… બધું ઠીક લાગે… અને અમ્પાયર બોલને Dead ઘોષિત કરે, જાણો કેમ?
ક્રિકેટ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બને છે, જ્યાં બોલ રમતનો ભાગ રહે છે કે નહિં, એ અંગે ખોટી સમજ થતી હોય છે. ખાસ કરીને જ્યારે અમ્પાયર "Dead Ball" જાહેર કરે છે ત્યારે ઘણીવાર દર્શકો અને કેટલાક ખેલાડીઓ મુંઝવણમાં પડી જાય છે. ઘણા ફેન્સ cricket rules વિશે ઊંડાણથી જાણતા નથી. આજના આર્ટીકલમાં આપણે જાણીશું ICC રૂલબુક મુજબ ક્રિકેટનો “નિયમ નંબર 20 – Dead Ball” શું છે, અને કઈ પરિસ્થિતિઓમાં બોલને “Dead” ગણવામાં આવે છે.

ICCની ઓફિશિયલ રૂલબુક મુજબ નિયમ નંબર 20 "Dead Ball" છે, જે તે પરિસ્થિતિઓની વાત કરે છે જેમાં બોલ રમતમાં નથી ગણાતો. Dead Ball ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ નિયમ છે, જે રમતમાં ક્યારે વિરામ આવે અને ક્યારે બોલ રમતમાં ન ગણાય તે નક્કી કરે છે. જો કે આ નિયમ ખુબ જ સરળ છે, છતાં તેનો યોગ્ય ઉપયોગ સમયસર અને યોગ્ય રીતે થાય એ ખૂબ મહત્વનું છે.

Dead Ball ત્યારે થાય છે જ્યારે બોલ ઓછી કે વધુ કોઈ ખાસ પરિસ્થિતિમાં રમતમાંથી બહાર હોય. જેમ કે, જ્યારે બેટ્સમેન આઉટ થઈ જાય, અથવા બોલ બાઉન્ડ્રી પાર થઈ જાય, અથવા બોલ વિકેટકિપર કે બોલર પાસે હોય. આવી પરિસ્થિતિમાં રમત થોડાક ક્ષણ માટે બંધ થાય છે અને બોલ “Dead” માનવામાં આવે છે. એ સિવાય, જો બોલ બેટ્સમેનના કપડાંમાં અથવા ફીલ્ડરની ગિયરમાં ફસાઈ જાય, તો પણ બોલ Dead ગણાય છે.

બોલ ઘણી વાર એવી પરિસ્થિતિમાં પણ Dead ગણાય છે જ્યાં બહારથી બધું સામાન્ય લાગે, પણ અમ્પાયર માને કે હવે રમત અટકાવી દેવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો એમ્પાયર જુએ કે ખેલાડીઓએ રમવાનું બંધ કરી દીધું છે, અથવા ખેલાડીઓનું ધ્યાન ભટકી ગયું છે, અથવા કોઈ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિ છે – તો તે Dead Ball જાહેર કરી શકે છે. આમ, Dead Ball જાહેર કરવો અમ્પાયરના નિર્ણય પર પણ આધાર રાખે છે.

Dead Ball પછી રમત ક્યારે ફરીથી શરૂ થાય એ પણ નિયમમાં સ્પષ્ટ છે. જયારે બોલર પોતાનું રનઅપ શરૂ કરે છે અથવા બોલ ફેંકવા માટે તૈયારીમાં હોય છે ત્યારે બોલ ફરીથી જીવંત (In Play) ગણાય છે. અમુક વખતે Dead Ball થવાથી અગાઉનું કોઈ એક્શન કે નિર્ણય માન્ય ન ગણાય – જેમ કે, જો બેટ્સમેન બોલ રમવા તૈયાર ન હોય ત્યારે આવેલી બોલ ઓવરમાં નહીં ગણાય.

Dead Ball થયા પછી અમુક ખાસ બાબતોની પણ સંભાળ રાખવી પડે છે. જેમ કે, Dead Ball જાહેર થયા પછી જો કંઈ ખોટો નિર્ણય થઈ ગયો હોય, તો એ બદલવામાં આવતો નથી. તેના સિવાય, જો અમ્પાયર Dead Ball જાહેર કરે તો ખેલાડીઓએ તરત રમત રોકવી પડે છે. કેપ્ટન અને અમ્પાયર બંનેની જવાબદારી છે કે Dead Ball સંદર્ભે નિયમોનું પાલન થાય અને રમત યોગ્ય રીતે ચાલે.. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
