IND vs AUS : પર્થમાં ન ચાલ્યું RO-KOનું બેટ, વિરાટ કોહલી 0 રને આઉટ થયો
પર્થ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ વાપસી કરી હતી. પરંતુ તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતુ. વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તેમજ રોહિત શર્મા પણ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચ પર્થમાં રમાઈ રહી છે. આ મેચ રોહિત અને વિરાટની 223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ બંન્ને નિષ્ફળ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં વિરાટ કોહલી કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહી. વિરાટ કોહલી કોઈ પણ રન બનાવ્યા વગર મિચેલ સ્ટાર્કના બોલ પર આઉટ થયો હતો. કોહલીએ 8 બોલનો સામનો કર્યો હતો પરંતુ ખાતું ખોલી શક્યો નહી.

વિરાટ કોહલી 17મી વનડેમાં 0 પર આઉટ થયો હતો. તેમજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી 39મી વખત ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલી પાસે ચાહકોને ખુબ મોટી આશા હતી. પરંતુ વિરાટનું બેટ શાંત રહ્યું હતુ.

223 દિવસ પછી વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ આ વાપસી તેના માટે યાદગાર રહી ન હતી. રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.

આ સિવાય રોહિત શર્મા પણ 8 રન બનાવી હેઝલવુડના બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્મા 4 ઓવરની અંદર આઉટ થયો હતો. રોહિત શર્મા આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ અને ચાહકો ખુશ થયા હતા.આ રીતે, ટીમ ઈન્ડિયાના બે અનુભવી ખેલાડીઓની વાપસી ખૂબ જ ખરાબ રહી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પહેલા રોહિત, પછી વિરાટ. બંનેએ લગભગ એક જ સમયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી બંનેએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
