Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 વર્ષની નાની ઉંમરે લિસ્ટ A ક્રિકેટમાં ફિફ્ટી ફટકારી આ ખેલાડીએ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો

13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં બરોડા સામે તોફાની ઈનિંગ રમી હતી. આ યુવા ખેલાડીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોલી દીધા હતા. તેણે હાર્દિક પંડ્યાની ટીમ સામે ચાર સિક્સર અને 8 ફોર ફટકારીને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જો કે આ પછી પણ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

| Updated on: Dec 31, 2024 | 5:55 PM
વિજય હજારે ટ્રોફી 2024માં 38 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ રમી રહ્યા છે. અત્યાર સુધી, આ બંનેએ કંઈ ખાસ કર્યું નથી, પરંતુ તેમના સિવાય, દરેકની નજર 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર પણ છે, જેણે પહેલાથી જ IPL હરાજીથી ખૂબ જ ધૂમ મચાવી છે.

1 / 5
બિહારના 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં બરોડા અને બિહાર વચ્ચે રમાયેલી મેચમાં 12 બાઉન્ડ્રીની મદદથી તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો, જેમણે 17 વર્ષની ઉંમરે લિસ્ટ A ક્રિકેટમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી.

2 / 5
બિહાર માટે ઓપનિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ 169થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. વૈભવે 42 બોલનો સામનો કરીને તેણે વિસ્ફોટક 71 રન બનાવ્યા હતા.

3 / 5
વૈભવ સૂર્યવંશીની આ તોફાની ફિફ્ટીમાં 12 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. તેણે 8 ચોગ્ગા ઉપરાંત ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. વૈભવે આ સિઝનથી વિજય હજારે ટ્રોફીમાં એન્ટ્રી લીધી હતી અને તે લિસ્ટ-A ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો હતો.

4 / 5
વૈભવ સૂર્યવંશીને IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. સૂર્યવંશી IPLમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી પણ છે. આ પહેલા પણ જ્યારે તેને IPL ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો હતો. તેને 13 વર્ષ અને 242 દિવસની ઉંમરે હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો. (All Photo Credit : PTI / GEETY / X)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">