AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ICC T20I માં કેપ્ટન સુર્યકુમાર યાદવનું મોટું કારનામું, પાંચ ખેલાડીઓને પાછળ છોડી હાંસલ કર્યો આ મુકામ

સૂર્યકુમાર યાદવે ICC T20I બેટિંગ રેન્કિંગમાં 12માથી 7મા સ્થાને શાનદાર વાપસી કરી છે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં 171 રન અને 200+ સ્ટ્રાઈક રેટ સાથેના વિસ્ફોટક પ્રદર્શને તેને ટોપ 10માં ફરી સ્થાન અપાવ્યું છે.

Breaking News : ICC T20I માં કેપ્ટન સુર્યકુમાર યાદવનું મોટું કારનામું, પાંચ ખેલાડીઓને પાછળ છોડી હાંસલ કર્યો આ મુકામ
| Updated on: Jan 28, 2026 | 5:07 PM
Share

ભારતીય T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ICC T20I બેટિંગ રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે. ગયા અઠવાડિયે 12મા ક્રમે રહેલા સૂર્યકુમાર હવે સીધા 7મા સ્થાને પહોંચી ગયા છે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં તેમના વિસ્ફોટક પ્રદર્શનના કારણે તેમને આ મોટો ફાયદો થયો છે.

નવાં ICC T20I રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ સીફર્ટ, ટિમ ડેવિડ અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટોચના 10માંથી બહાર ગયેલા સૂર્યાએ હવે ફરી એકવાર ટોચના ખેલાડીઓમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

ન્યુઝીલેન્ડ સામે સૂર્યાનો ધમાકેદાર દેખાવ

ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે અદભૂત પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચમાં તેણે કુલ 171 રન બનાવ્યા છે, જે શ્રેણીમાં સૌથી વધુ છે. છેલ્લી બે મેચમાં તેણે સતત અડધી સદી ફટકારી છે અને તેનો સરેરાશ 171 રહ્યો છે. ખાસ વાત એ છે કે, તેનો સ્ટ્રાઇક રેટ 200થી વધુનો રહ્યો છે.

આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે 8 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેણીમાં હજી બે મેચ બાકી હોવાથી, જો તે આવી જ ગતિથી રન બનાવતો રહ્યો તો ICC રેન્કિંગમાં તે વધુ ઉપર જઈ શકે છે.

કેપ્ટન તરીકે પણ સૂર્યકુમારની છાપ

સૂર્યકુમાર યાદવ માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સરેરાશ 35થી વધુ અને સ્ટ્રાઇક રેટ 165નો છે. કેપ્ટન તરીકે તેણે આજ સુધી કોઈ પણ T20 શ્રેણી હારી નથી.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્યકુમારના નામે ચાર સદી નોંધાયેલી છે. તેની આગેવાની હેઠળ ભારતે એશિયા કપ પણ જીત્યો છે, જે તેની નેતૃત્વ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.

ICC T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

ICC T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા નંબર વન સ્થાને છે, જ્યારે તિલક વર્મા ત્રીજા ક્રમે છે. સૂર્યકુમાર યાદવ સાતમા સ્થાને મજબૂતીથી ટક્યો છે.

બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ચાર બોલરોને પાછળ છોડીને 13મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા એક સ્થાન આગળ વધીને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

Breaking News : ટીમ ઈન્ડિયાની ચોથી જીત, હવે ચાહકોની નજર ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ પર રહેશે

મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
g clip-path="url(#clip0_868_265)">