Virat Kohli Retirement : વિરાટ કોહલી IPLમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? સાથી ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના સાથી ખેલાડીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી કોહલીના નિવૃત્તિ લેવા અંગે મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટ અને IPL 2025 દરમિયાન ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ભારત માટે માત્ર ODI ફોર્મેટમાં અને IPLમાં RCB વતી રમે છે. ODIમાંથી પણ વિરાટની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં IPLમાંથી કોહલી ક્યારે નિવૃત્તિ લેશે તેનો ખુલાસો થયો છે.

વિરાટ કોહલીના વિશ્વભરમાં કરોડો ચાહકો છે અને દરેક તેને IPLમાં શક્ય તેટલી વધુ મેચો રમતા જોવા માંગે છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એટલું જ નહીં, તેણે T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ફોર્મેટ અને IPLમાં જ રમી રહ્યો છે.

વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વતી રમે છે. IPL 2025 દરમિયાન, વિરાટ કોહલીએ તેના સાથી ખેલાડીઓને એક મોટી વાત કહી હતી. તેણે IPL છોડવાની વાત પણ કરી હતી. RCB ક્રિકેટર સ્વસ્તિક ચિકારાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

RCB તરફથી રમતા સ્વસ્તિક ચિકારાએ કહ્યું કે IPL 2025 દરમિયાન, વિરાટ ભૈયાએ કહ્યું હતું કે હું સંપૂર્ણ ફિટ ન હોઈશ ત્યાં સુધી ક્રિકેટ રમીશ. હું ઈમ્પેક્ટ પ્લેયરની જેમ નહીં રમું. હું સિંહની જેમ રમીશ. હું આખી 20 ઓવર ફિલ્ડિંગ કરીશ અને પછી બેટિંગ કરવા આવીશ. જે દિવસે હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમીશ, તે દિવસે હું ક્રિકેટને અલવિદા કહીશ.

IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPLમાં અત્યાર સુધી 267 મેચ રમી છે, જેમાં તેણે 39.55ની સરેરાશ અને 132.86ના સ્ટ્રાઈક રેટથી 8661 રન બનાવ્યા છે. તેણે IPLમાં આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

IPL 2025માં પણ, કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 15 મેચમાં 54.75ની સરેરાશથી 657 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 73 રન અણનમ રહ્યો હતો. વિરાટના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 18 વર્ષમાં પહેલીવાર IPL ટાઈટલ જીત્યું હતું. (All Photo Credit : PTI / GETTY / RCB)
પહેલા T20, પછી ટેસ્ટ, હાલમાં ODI અને હવે IPLમાં વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
