WTC ફાઈનલમાં વરસાદની આગાહી, જો મેચ ડ્રો કે રદ્દ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલ મેચ 11 જૂનથી ઈંગ્લેન્ડના લોર્ડ્સ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ ટાઈટલ મેચ દરમિયાન વરસાદની શક્યતા છે. એવામાં મોટો સવાલ એ છે કે જો મેચ રદ્દ થાય તો કોણ વિકેટ બનશે. જાણ શું છે ICCનો નિયમ.

ગયા વખતે ભારતીય ટીમને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા સામે પોતાનો ખિતાબ બચાવવા માટે ટકરાશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલીવાર WTC ફાઈનલમાં પહોંચી છે.

બે વાર ફાઈનલ રમી ચૂકેલી ટીમ ઈન્ડિયાને આ વખતે ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે. 11 જૂનથી યોજાનારી આ ફાઈનલ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, વિચારવાની વાત એ છે કે જો આ ફાઈનલ મેચ ડ્રો અથવા રદ્દ થાય છે, તો કઈ ટીમ ટ્રોફી પર કબજો કરશે?

જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર આ ટાઈટલ મેચ રદ્દ થાય છે અથવા બંને ટીમો વચ્ચેની મેચ ડ્રો થાય છે, તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

જોકે, ICC એ WTC ફાઈનલ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. એટલે કે, જો વરસાદને કારણે મેચ કોઈ એક દિવસ ન રમાય, તો ફાઈનલને વધુ એક દિવસ માટે લંબાવી શકાય છે. આવી સ્થિતિમાં, મેચના પરિણામની શક્યતા નોંધપાત્ર રીતે વધી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સના મેદાન પર રમાશે. આ દરમિયાન વરસાદની શક્યતા છે. લોર્ડ્સમાં પહેલા અને છેલ્લા દિવસે વરસાદની શક્યતા છે. આ કારણે મેચમાં ખલેલ પહોંચી શકે છે.

આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતનાર ટીમને 30 કરોડની ઈનામી રકમ મળશે, જે IPL 2025 કરતા 10 કરોડ રૂપિયા વધુ છે. જ્યારે રનર-અપ ટીમને 18 કરોડ રૂપિયા મળશે. જો બંને ટીમો સંયુક્ત વિજેતા બને છે, તો આ ઈનામી રકમ બંને વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. (All Photo Credit : X / ICC)
WTC 2025 ફાઈનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી શકી નથી, હવે નવા WTC સર્કલમાં ટીમ ઈન્ડિયાનું ઈંગ્લેન્ડ સીરિઝથી નવું અભિયાન શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































