R Ashwin: ટીમ ઇન્ડીયાનો એન્જીનીયર જેણે ભારતીય ક્રિકેટના એક દશકને ચમકાવવા કર્યુ આ કામ, સૌથી મોટો મેચ વિનર ખેલાડી

છેલ્લા દાયકામાં, ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી પ્રગતિ કરીને સફળતાની નવી સીડી ચઢી છે અને તેમાં આ દિગ્ગજનો સૌથી મોટો હાથ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 11:12 AM
આ વર્ષે અશ્વિને માત્ર બોલમાં જ નહીં, બેટથી પણ પોતાની કુશળતા બતાવી છે. અશ્વિને વર્ષ 2021માં 28થી વધુની એવરેજથી 337 રન બનાવ્યા છે.

1 / 7
17 સપ્ટેમ્બર 1986 ના રોજ ચેન્નઈમાં જન્મેલ અશ્વિનના પિતા પણ બોલર હતા. તે પોતાની સ્થાનિક ક્લબ માટે ઝડપી બોલિંગ કરતો હતો, પરંતુ અશ્વિને ઓફ સ્પિન પસંદ કર્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશતા પહેલા, અશ્વિને ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બીટેક પૂર્ણ કર્યું હતુ. આ દરમિયાન, તેણે રણજી ટ્રોફીમાં તામિલનાડુ માટે પોતાનું પ્રદર્શન દર્શાવવાનું ચાલુ રાખ્યું હતુ.

2 / 7
ટીમ ઇન્ડીયામાં આવતા પહેલા જ અશ્વિને વિશ્વ ક્રિકેટને પોતાની બોલિંગની ઝલક બતાવી હતી. તેણે 2008 IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ડેબ્યૂ કર્યું અને આગળની 3 સીઝનમાં શાનદાર રમત બતાવી. ખાસ કરીને 2010 ની ચેમ્પિયન્સ લીગ T20 માં, અશ્વિને CSK માટે 13 વિકેટ લઈને ભારતીય ટીમના દરવાજા ખટખટાવ્યા હતા.

3 / 7
અશ્વિને 2010 માં વનડે અને T20 ડેબ્યૂ કર્યું હતું. અશ્વિને શ્રીલંકા સામે વનડે ડેબ્યૂમાં 2 વિકેટ લીધી હતી, જ્યારે ઝિમ્બાબ્વે સામે T20 ડેબ્યૂમાં તેને 1 વિકેટ મળી હતી. પરંતુ સૌથી ખાસ ટેસ્ટ ડેબ્યૂ હતું. 2011 માં વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટમાં, અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં પગ મૂક્યો અને ત્યાંથી આશ્ચર્યજનક સિલસિલો શરૂ થયો. અશ્વિને પ્રથમ દાવમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં તબાહી મચાવતા 6 વિકેટ લીધી હતી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

4 / 7
અશ્વિન 2011 માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. ત્યારબાદ તેણે વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે 2 મેચ રમી હતી. અશ્વિને બંને મેચમાં 2-2 વિકેટ મેળવી હતી. વર્લ્ડ કપ બાદ અશ્વિન 2013 ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો સભ્ય પણ હતો. તેણે ફાઇનલમાં 2 વિકેટ સહિત ટુર્નામેન્ટમાં કુલ 8 વિકેટ લીધી અને ટીમને ચેમ્પિયન બનવામાં મદદ કરી.

5 / 7
અશ્વિને 2015 માં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. તે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બોલર બન્યો. આ વર્ષે તેનું પ્રદર્શન જબરદસ્ત હતું અને આ માટે અશ્વિનને 2016 માં ICC ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે તેને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

6 / 7
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર છે. તેણે માત્ર 77 મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું અને સૌથી ઓછી મેચોમાં આ સીમાચિહ્ન પાર કરનાર ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં બીજો બોલર છે. એટલું જ નહીં, તે વિશ્વ ક્રિકેટમાં 250 અને 300 ટેસ્ટ વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 79 ટેસ્ટ મેચોમાં 413 વિકેટ ઝડપી છે. આ સાથે, બેટથી આશ્ચર્યજનક બતાવીને, 5 સદી ફટકારી છે. વનડેમાં અશ્વિને 111 મેચમાં 150 વિકેટ લીધી છે, જ્યારે તેણે 46 T20 મેચમાં 52 વિકેટ પણ લીધી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">