Quinton De Kock: મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચ જીત્યા બાદ શુભેચ્છા પાઠવવા આવનાર યુવતી સામે દિલ ‘હારી’ બેઠો હતો ડી કોક

એ ખેલાડીને પ્રથમ નજરમાં પ્યાર થયો, પ્રેમનો એકરાર કર્યો અને પછી લગ્ન કરી લીધા. આ બધું ક્યારે, કેવી રીતે અને ક્યાં બન્યું તે બિલકુલ એવુ છે, જેવુ ક્રિકેટમાં બોલ સ્પિન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 9:18 AM
તમે પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ કરી શકો કે ન પણ કરી શકો. પરંતુ, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્વિન્ટન ડી કોક સાથે આવું જ થયું છે. સાશા હાર્લી, આજે તેની હમસફર છે, ગઈકાલે તે પ્રથમ નજરનો તેનો પ્રેમ હતો. આ બધું ક્યારે, કેવી રીતે અને ક્યાં બન્યું તે ક્રિકેટમાં સ્પિન થતા બોલ જેવું છે. ડી કોક તેને જોઈને પ્રેમમાં પડ્યો, પછી તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને પછી લગ્ન કર્યા.

1 / 6
વર્ષ 2012 હતું. ચેમ્પિયન્સ લીગ T20 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે હાઈવેલ્ડ લાયન્સ તરફથી રમતા ડી કોકે પોતાની ટીમને જીત અપાવવા માટે 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ, આ મેચ તેની જોરદાર ઈનિંગ્સના કારણે તેના માટે ખાસ ન હતી, પરંતુ સાશા હાર્લી સાથેની તેની પ્રથમ મુલાકાતને કારણે પણ એટલી જ ખાસ બની હતી.

2 / 6
ચેમ્પિયન્સ લીગ T20 માં રમાયેલી મેચ વિનિંગ ઇનિંગ્સ બાદ ચીયરલીડર સાશા હાર્લી ક્વિન્ટન ડી કોકને અભિનંદન આપવા આવી હતી. શરમાળ ડી કોકે તરત જ તેમના અભિનંદન પર પ્રતિક્રિયા આપી ન હતી અને ફેસબુક પર તેનો જવાબ આપ્યો હતો. ત્યારે જ વાતનો સિલસિલો ચાલ્યો. સમય સાથે સંબંધ વધુ મજબૂત થવા લાગ્યો. બંનેએ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી 2016માં મોરેશિયસમાં લગ્ન કરી લીધા.

3 / 6
તાજેતરમાં જ આ કપલે તેમના ઘરે આવનાર નવા મહેમાન વિશેની માહિતી પણ સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. પરંતુ, પિતા બનતા પહેલા દક્ષિણ આફ્રિકાના વિકેટકીપરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ડી કોકનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે તે માત્ર 29 વર્ષનો છે અને તેણે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટને ખૂબ જ વહેલા છોડવાનું નક્કી કર્યું છે.

4 / 6
ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે 54 ટેસ્ટમાં 3300 રન બનાવ્યા હતા અને તેની બેટિંગ એવરેજ 38.83 હતી. ડી કોકના બેટમાં 6 ટેસ્ટ સદી અને 22 હાફ સેન્ચુરી છે.

5 / 6
નિવૃત્તી જાહેર કરતા ડી કોકે કહ્યુ હતુ,  મારા માટે આ નિર્ણય બિલકુલ સરળ નહોતો. મેં મારા ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું અને હવે મારી પ્રાથમિકતા સાશા અને મારું બાળક છે. મારો પરિવાર મારા માટે સર્વસ્વ છે અને હું મારા જીવનના નવા અધ્યાયમાં મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું.

6 / 6

Latest News Updates

Follow Us:
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">