T20 World Cup: પાકિસ્તાને સેમી ફાઈનલમાં, ગ્રુપ-2 માંથી બીજા સ્થાન માટે ટીમ ઇન્ડિયા સહિત બાકીની ટીમોની કેવી છે સ્થિતી, જાણો

પાકિસ્તાને નામીબિયાને હરાવી ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે અને અંતિમ-4માં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:40 AM
ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) ને તેની પ્રથમ સેમી ફાઇનલિસ્ટ મળી છે. પાકિસ્તાને મંગળવારે ગ્રુપ-2ની મેચમાં નામીબિયાને હરાવીને અંતિમ-4માં સ્થાન મેળવ્યું હતું અને આ વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. હજુ એક વધુ ટીમ ગ્રુપ 2માંથી ક્વોલિફાય થવાની બાકી છે. આ ગ્રુપમાં ભારત પણ સામેલ છે. આવો તમને જણાવીએ કે આ ગ્રુપની બાકીની ટીમોની ક્વોલિફિકેશનની સ્થિતિ શું છે.

1 / 6
પાકિસ્તાન બાદ ગ્રુપ-2માં ન્યુઝીલેન્ડની સ્થિતિ ઘણી સારી છે. તે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર ટીમ છે. જો તે તેની બાકીની તમામ મેચો જીતી લેશે તો તે સરળતાથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. પરંતુ જો તેઓ અફઘાનિસ્તાન સામે હારી જાય અને પછી કિવી ટીમ સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવે તો તેના છ પોઈન્ટ થઈ જશે. આ ઉપરાંત, જો ભારત બાકીની ત્રણ મેચ જીતી જાય છે, તો બંને ટીમો છ-છ પોઈન્ટ પર આવી જશે. આવી સ્થિતિમાં નેટ રન રેટ પર વાત અટકી જશે. અત્યાર સુધી અફઘાનિસ્તાનનો નેટ રન રેટ ભારત અને અફઘાનિસ્તાન કરતા સારો છે. ભારતનો નેટ રન રેટ -1.609 અને ન્યુઝીલેન્ડનો 0.765 છે. ન્યૂઝીલેન્ડની ટીમ સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન સામે મેચ રમશે.

2 / 6
અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે. તેણે આ બંને ટીમોને મોટા અંતરથી હરાવ્યા અને તેનાથી તેના નેટ રન રેટમાં મોટો વધારો થશે. હવે તેનો મુકાબલો 7 નવેમ્બરે ન્યુઝીલેન્ડનો છે. જો તે ભારત સામે હારે તો પણ તેનાથી કોઈ ફરક નહીં પડે કારણ કે તેનાથી તેના નેટ રન રેટ પર કોઈ અસર નહીં થાય, પરંતુ તેણે ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે. જો કે, જો અફઘાનિસ્તાન ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને હરાવશે, તો તે મધ્યમાં આવતા નેટ રન રેટ વિના સેમિફાઇનલમાં પહોંચી જશે.

3 / 6
ભારત હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. પ્રથમ મેચમાં તેને પાકિસ્તાન અને બીજી મેચમાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. આજે તેને અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. પરંતુ બે જીત બાદ ભારત એવી સ્થિતિમાં છે જ્યાં તેનું ભાગ્ય તેના હાથમાં નથી. તેની પાસે હજુ ત્રણ મેચ રમવાની છે. જો તે ત્રણેય મેચ જીતી જાય તો પણ તેણે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે કારણ કે જો ન્યૂઝીલેન્ડ પણ ત્રણેય મેચ જીતી જશે તો ભારતીય ટીમ આપોઆપ બહાર થઈ જશે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે અને પછી ભારત તેની તમામ મેચ જીતશે તો ભારતની ક્વોલિફાય થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તમામ ટીમો છ પોઈન્ટ પર હશે અને પછી નેટ રન રેટ નક્કી કરવામાં આવશે.

4 / 6
નામિબિયા અને સ્કોટલેન્ડની બે-બે હાર છે. આ બંને ટીમો ફક્ત ત્યારે જ ક્વોલિફાય થઈ શકે છે જો તે બંને તેમની બાકીની ત્રણ મેચ જીતે અને પછી નેટ રન રેટમાં સુધારો કરીને ક્વોલિફાય થાય. હાલમાં, સ્કોટલેન્ડનો નેટ રન રેટ -3.562 છે અને નામિબિયાનો નેટ રન રેટ -1.599 છે. પોતાનો રન રેટ સુધારવા માટે તેણે બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે.

5 / 6
આજે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે અબૂધાબીમાં મેદાને ઉતરશે. ભારતીય ટીમના કેપ્ટન માટે હાલમાં કપરો સમય છે. તેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાની હાલત કંગાળ બની ચૂકી છે. પ્રથમ બંને મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારી જવાને લઇને મુશ્કેલીઓ વધી ગઇ હતી. આમ આવી સ્થિતીમાં કોઇ પણ સંજોગોમાં આજે ભારત જીતવાનો પ્રયાસ કરશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">