IPL 2021: વિરાટ કોહલી નવ વર્ષ RCB ના કેપ્ટન પદે રહ્યો પરંતુ એક વાર પણ ટ્રોફી પોતાના હાથમાં ઉંચકી શક્યો નહી, માંડ ત્રણ વાર પ્લેઓફમાં પહોંચ્યો

વિરાટ કોહલી (Virat Kohli) એ 2013 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ સંભાળી હતી. પરંતુ તે ટીમ માટે એક વખત પણ IPL ટ્રોફી જીતી શક્યો ન હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:12 AM
IPL 2021 ની બીજી સીઝન રવિવારથી શરૂ થઈ. બીજા તબક્કાની પ્રથમ મેચ તેના અંત સુધી પહોંચી રહી હતી ત્યારે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. કોહલીએ કહ્યું છે કે આ IPL બાદ હવે તે RCB નો કેપ્ટન રહેશે નહીં. એટલે કે, આ સીઝન RCB માં કેપ્ટન તરીકે તેની છેલ્લી સીઝન છે. કોહલી તે બેટ્સમેનોમાંનો એક છે જે, 2008 થી IPL ની શરૂઆતથી RCBની ટીમની સાથે છે. તેણે 2013 માં ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી પરંતુ તે અત્યાર સુધી ટીમને એક પણ વાર ટાઇટલ અપાવવામાં સફળ રહ્યો નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કે કોહલીએ શરૂઆતથી જ કેવું પ્રદર્શન કર્યું છે.

1 / 9
IPL 2020 માં RCB એ 14 માંથી સાત મેચ જીતી અને સાત હારી. લીગ તબક્કામાં ચોથા ક્રમે રહી અને પ્લેઓફમાં તેની ટીમ પહોંચી હતી. પરંતુ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારી ગયો.

2 / 9
IPL 2019 માં RCB સૌથી નિચે એટલે કે તળિયે રહ્યું હતુ. 14 માંથી પાંચ મેચ જીતી અને આઠમાં હાર મળી હતી. એક મેચનું પરિણામ આવ્યું નહોતુ અને 11 પોઇન્ટ સાથે ટેબલમાં તળીયા પર રહીને યાત્રા સમાપ્ત કરી.

3 / 9
IPL 2018 માં RCB નું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ 14 માંથી છ મેચ જીતી શકી અને છઠ્ઠા નંબરે રહી હતી. ટીમ સતત બીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

4 / 9
IPL 2017 માં વિરાટ કોહલીની ટીમની હાલત ઘણી ખરાબ રહી હતી. તેણે 14 માંથી માત્ર ત્રણ મેચમાં વિજય મેળવ્યો. તેણે બાકીની 10 મેચ ગુમાવી દીધી હતી અને એક વરસાદથી ધોવાઇ ગઇ હતી. ટીમ સાત પોઇન્ટ સાથે સિઝનમાં સૌથી નિચે એટલે કે તળિયે રહી હતી.

5 / 9
RCB એ IPL 2016 માં અદભૂત રમત બતાવી હતી. 14 માંથી આઠ મેચ જીતી અને 16 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહીને પ્લેઓફની ટિકિટ મેળવી હતી. આ પછી, પ્રથમ ક્વોલિફાયરમાં, તેઓએ ગુજરાત લાયન્સને ચાર વિકેટે હરાવીને ટાઇટલ માટેની મેચમાં જગ્યા બનાવી. પાંચ વર્ષ બાદ તેને ફાઇનલમાં સ્થાન મળ્યું હતુ. પરંતુ ફાઇનલમાં ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટીમને આઠ રનથી હરાવી હતી. ફરી એક વખત RCB ખાલી હાથે રહી અને IPL જીતી શકી નહીં.

6 / 9
2015 માં વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 માંથી સાત મેચ જીતી અને પાંચમાં હાર મેળવી. બે મેચ વરસાદથી ધોવાઈ ગઈ. ટીમ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. તેણે એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કર્યો અને મેચ 71 રનથી જીતી લીધી. પરંતુ બીજા ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) એ તેને ત્રણ વિકેટે હરાવીને તેને પછાડી દીધી હતી.

7 / 9
આઈપીએલ 2014 માં વિરાટ કોહલીની ટીમ સારી રીતે રમી રહી ન હતી અને સાતમા સ્થાને રહી હતી. તેણે 14 માંથી માત્ર પાંચ જ મેચ જીતી હતી. તે માત્ર દિલ્હી કેપિટલ્સથી આગળ હતી.

8 / 9
વિરાટ કોહલીનુ કેપ્ટન તરીકે પ્રથમ વર્ષ. પરંતુ RCB પ્લેઓફમાં પાછળ રહી ગયું. તેણે 16 માંથી આઠ મેચ જીતી અને એટલી જ મેચ હારી હતી. 16 પોઈન્ટ સાથે બેંગ્લોરની ટીમ પાંચમા સ્થાને રહી.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">