ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, ફિલ્મમાં કામ કર્યું, આર્કિટેક્ટ નોકરી છોડી ક્રિકેટમાં ધમાલ મચાવનાર ક્રિકેટરનો પરિવાર જુઓ
વરુણ ચક્રવર્તીએ તેની મિત્ર નેહા ખેડેકર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. તો આજે આપણે વરુણ ચક્રવર્તીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

વરુણ ચક્રવર્તી વિનોદનો જન્મ 29 ઓગસ્ટ 1991ના રોજ કર્ણાટકમાં થયો છે. તેમણે ચેન્નાઈમાં કેન્દ્રીય વિદ્યાલય CLRI અને પછી સેન્ટ પેટ્રિક એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું છે,

ક્રિકેટરે SRM યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. 25 વર્ષની ઉંમરે, તેમણે ક્રિકેટને પ્રોફેશનલ રીતે આગળ વધારવા માટે આર્કિટેક્ટ તરીકેની નોકરી છોડી દીધી હતી.વરુણે સાઉથની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મનું નામ જીવા છે. વર્ષ 2014માં જીવા ફિલ્મ રિલીઝ થઈ હતી.

વરુણ ચક્રવર્તી લેટેસ્ટ ICC T20 રેન્કિંગમાં પાંચમાં નંબર પર આવી ગયો છે. તેના 679 રેટિંગ પોઈન્ટ છે. ટોપ 5માં સામેલ ભારતનો તે એકમાત્ર બોલર છે.

ફિલ્મ જીવામાં ક્લબ ક્રિકેટર તરીકે ભૂમિકા ભજવી હતી ,11 ડિસેમ્બર 2020ના રોજ તેમણે ચેન્નાઈમાં ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા હતા.લગ્નના સ્ટેજ પર પતિ પત્ની ક્રિકેટ રમ્યા હતા.

કોરોના મહામારીને કારણે તેમના લગ્ન સ્થગિત રાખવામાં આવ્યા હતા. જ્યારે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે વરુણ અને નેહા બંને અલગ અલગ શહેરોમાં રહેતા હતા. વરુણ ચેન્નાઈમાં હતો અને તેનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતો, ત્યારે નેહા લોકડાઉનમાં મુંબઈમાં હતી.

વરુણ ચક્રવર્તી વિનોદ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે લેગ સ્પિન બોલર તરીકે રમે છે. તેમણે જુલાઈ 2021માં ભારત ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે.

તેણે 20 સપ્ટેમ્બર2018ના રોજ 2018-19 વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુ માટે લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું. વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુ માટે 9 મેચમાં 22 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. 12નવેમ્બર 2018ના રોજ રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું.

ડિસેમ્બર 2018માં, 2019 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓના ઓક્શનમાં કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા તેમને 8.4 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.તેમણે 27 માર્ચ 2019ના રોજ ટીમ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું.તેમણે પહેલી ઓવરમાં 25 રન આપ્યા હતા, જે IPLમાં ડેબ્યૂમાં બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન હતા.

2020 IPL ઓક્શન પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા તેમને રિલીઝ કરવામાં આવ્યો હતા. 2020 IPL ઓક્શનમાં, તેમને 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

24 ઓક્ટોબર 2020ના રોજ, તેમણે અબુ ધાબીમાં દિલ્હી કેપિટલ્સ સામે 20 રનમાં 5 વિકેટ સાથે IPLમાં તેમનો પહેલો પાંચ વિકેટનો રેકોર્ડ બનાવ્યો હતો.2021 IPL ટુર્નામેન્ટમાં કોલકાતા નાઈટ રાઇડર્સના સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

ઓક્ટોબર 2020માં, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે તેમને ભારતની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.જોકે, 9 નવેમ્બર 2020ના રોજ, ચક્રવર્તીને ઈજા થવાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021માં, તેમને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

જૂન ૨૦૨૧ માં, તેમને શ્રીલંકા સામેની સીરિઝ માટે ભારતની વનડે ઈન્ટરનેશનલ (ODI) અને T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.તેમણે 25 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે ભારત માટે T20I માં પ્રવેશ કર્યો, દાસુન શનાકાની વિકેટ લીધી. સપ્ટેમ્બર 2021 માં, ચક્રવર્તીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

પાંચ મેચની T20 સીરિઝની ત્રીજી મેચમાં, વરુણ ચક્રવર્તીની મજબૂત બોલિંગ છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. વરુણ ચક્રવર્તીએ મેચમાં પાંચ વિકેટ લીધી. આ જોરદાર પ્રદર્શનને કારણે, ટીમ ઈન્ડિયાની હાર પછી પણ તેને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

વરુણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી છે. ચક્રવર્તી પહેલી 6 T20 મેચોમાં ફક્ત 2 વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તેમની વાપસી પછી, આ ખેલાડીએ 10 T20 મેચોમાં 27 વિકેટ લીધી છે.

એ સ્પષ્ટ છે કે ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી પોતાની બોલિંગ પર કામ કર્યું હતું અને હવે આ ખેલાડી T20 ફોર્મેટમાં ભારત માટે મોટો મેચ વિનર બની ગયો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો



























































