Asia Cup 2023: રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ખિતાબ માટે જંગ, જાણો બંને ટીમનો ફાઇનલમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

એશિયા કપ 2023 માં ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે ટક્કર થશે. ગુરૂવારે શ્રીલંકાએ એક રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અગાઉ ભારતીય ક્રિકેટ ટીમે સુપર ફોરની શરૂઆતની બે મેચમાં જીત મેળવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યુ હતુ. એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ કોલમ્બોમાં રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 2:52 PM
ભારત અને શ્રીલંકાની ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારત એશિયા કપ 2023 માં એક પણ મેચ હારી નથી. સુપર ફોરમાં ભારતની ટીમે શ્રીલંકાને માત આપી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારની ફાઇનલ એશિયા કપના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે 8મી ખિતાબી ટક્કર હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 7 ફાઇનલ રમાઇ છે જેમાં ભારત ચાર અને શ્રીલંકા ત્રણ મેચમાં વિજયી રહી છે. તો નજર કરીએ અગાઉ રમાયેલી સાત ફાઇનલ મેચમાં શું રહ્યા હતા પરિણામ. (PC: BCCI Twitter)

1 / 8
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ફાઇનલ 1988માં રમાઇ હતી જેમાં ભારતની 6 વિકેટથી જીત થઇ હતી. આ મેચમાં ભારત માટે ઓપનિંગ બેટ્સમેન નવજોત સિધુએ શાનદાર બેટિંગ કરી જીત અપાવી હતી. નવજોત સિધુ ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચની સાથે તેના શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન માટે તે મેન ઓફ ધ સીરીઝ પણ રહ્યો હતો. (ICC Twitter)

2 / 8
1991 માં બંને ટીમ વચ્ચે ફરી ફાઇનલમાં ટક્કર થઇ હતી. આ મેચમાં ભારતની 7 વિકેટથી જીત થઇ હતી. આ મેચમાં મોહમ્મદ અઝરૂદીનને મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો. તેણે તોફાની બેટીંગ કરી 39 બોલમાં 54 રન કર્યા હતા. (PC:Twitter)

3 / 8
મોહમ્મદ અઝરૂદીન 1995 ની એશિયા કપ ફાઇનલમાં પણ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં નોટ આઉટ 90 રન ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં ભારતની શ્રીલંકા સામે 8 વિકેટથી જીત થઇ હતી. ફાઇનલમાં સિધુએ નોટઆઉટ 84 રન બનાવ્યા હતા અને તે શ્રેણીમાં મેન ઓફ ધ સીરીઝ રહ્યો હતો. (PC:Twitter)

4 / 8
સતત બે ફાઇનલમાં ભારત સામે હાર બાદ શ્રીલંકાએ 1997ની ફાઇનલમાં ભારતને હરાવીને શાનદાર જીત મેળવી હતી. શ્રીલંકાએ આ ફાઇનલ મુકાબલો 8 વિકેટથી જીત્યો હતો. મારવન અટ્ટપટ્ટુને તેના નોટઆઉટ 84 માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. (PC:Twitter)

5 / 8
1997 બાદ 2004 માં ભારત અને શ્રીલંકાની ટીમ ફાઇનલમાં આમને-સામને થઇ હતી. આ મેચમાં શ્રીલંકાની 25 રનથી જીત થઇ હતી.  મારવન અટ્ટપટ્ટુએ કઠિન પીચ પર 65 રનની ઇનિંગથી શ્રીલંકા માટે મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારત તરફથી સચિનએ 74 રન કર્યા હતા પણ અન્ય કોઇ બેટ્સમેન સફળ રહ્યુ ન હતુ.(PC:Cricinfo)

6 / 8
2008ની એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ફાઇનલમાં શ્રીલંકાના 274 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાન પર આવેલી ભારતીય ટીમના બેટ્સમેન શ્રીલંકાના સ્પિનર અજંતા મેન્ડીઝની કળાને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા.મેન્ડીઝે 13 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ભારતની ટીમ માત્ર 173 રનમાં ઓલઆઉટ થઇ હતી અને મેચ 100 રનથી હારી ગઇ હતી. (PC:AFP)

7 / 8
2010ની એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમ 81 રનથી વિજયી રહી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવી 268 બનાવ્યા હતા જ્યારે શ્રીલંકાએ 187 રન બનાવ્યા હતા. ભારત તરફથી દિનેશ કાર્તિકએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. ભારતની ફાઇનલમાં 81 રનથી જીત થઇ હતી. (PC:AFP)

8 / 8
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">