AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વેસ્ટ ઈન્ડિઝ નામનો કોઈ દેશ જ નથી’… જાણો 4 વર્લ્ડ કપ જીતનાર ટીમનો મજેદાર ઈતિહાસ

ક્રિકેટમાં તમે વેસ્ટ ઈન્ડિઝનું નામ હંમેશા સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે વેસ્ટ ઈન્ડિઝ કોઈ દેશ નથી? તે ઘણા દેશો અને પ્રાંતોનો સમૂહ છે જે મળીને એક ક્રિકેટ ટીમ બનાવે છે. શું તમે જાણો છો કે તેમની પાસે રાષ્ટ્રગીત પણ નથી? આ એક એવી સ્ટોરી છે જે ભૌગોલિક, ઐતિહાસિક અને રમતગમતની દુનિયામાં અજોડ છે. જાણો વેસ્ટ ઈન્ડિઝનો મજેદાર ઈતિહાસ.

| Updated on: Oct 03, 2025 | 6:31 PM
Share
વેસ્ટ ઈન્ડિઝ એ ખરેખર કોઈ એક દેશ નહીં પરંતુ 28 કેરેબિયન ટાપુઓના સમૂહમાંથી ક્રિકેટ રમતા 15 દેશો અને પ્રદેશોની સંયુક્ત ટીમ છે.

1 / 11
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની શરૂઆત 1890ના દાયકામાં થઈ હતી. પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ સામે રમવા માટે વિરોધી ટીમનું એક સંગઠન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ બનાવાયું હતું.

2 / 11
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડમાં છ ક્રિકેટ એસોસિએશન  છે, જેમાં બાર્બાડોસ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબેગો, લીવર્ડ આઇલેન્ડ્સ અને વિન્ડવર્ડ આઈલેન્ડ્સના બોર્ડ્સનો સમાવેશ થાય છે.

3 / 11
1928માં વેસ્ટ ઈન્ડિઝને પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટની માન્યતા મળી હતી. તે જ વર્ષથી આ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવાનું શરૂ કર્યું અને ક્રિકેટમાં વર્ચસ્વ જમાવ્યું.

4 / 11
વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલા બે ક્રિકેટ વર્લ્ડ કપ (1975 અને 1979) જીત્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ બે  T20 વર્લ્ડ કપ (2012 અને 2016) પણ જીત્યું છે. આમ કુલ ચાર વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું છે.

5 / 11
વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ કેરિબિયન દ્વીપસમૂહમાંથી આવે છે, જ્યાં 7000થી વધુ ટાપુઓ છે અને એનો વિસ્તૃત વિસ્તાર એટલાન્ટિક સમુદ્રમાં ફેલાયેલો છે.

6 / 11
કેરિબિયન દેશોમાં સૌથી મોટો દેશ છે ક્યુબા (42,000 ચોરસ કિમી) અને સૌથી નાનો છે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ (261 ચોરસ કિમી). બંને દેશમાંથી ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સામેલ છે.

7 / 11
જેમ બીજી ટીમો રાષ્ટ્રગીત ગાય છે, તેમ વેસ્ટ ઈન્ડિઝ પાસે પોતાનું રાષ્ટ્રગીત (Anthem) નથી. કારણ કે એ કોઈ દેશ નથી, તેથી તેનું પોતાનું રાષ્ટ્રીય ગીત પણ નથી.

8 / 11
વેસ્ટ ઈન્ડિઝનો ધ્વજ એ કોઈ રાષ્ટ્રીય ધ્વજ નહીં પણ ખાસ કરીને ક્રિકેટ ટીમ માટે બનાવાયેલો ધ્વજ છે. આ ધ્વજ ક્રિકેટમાં તેમની ઓળખ છે.

9 / 11
કેરિબિયનમાં રહેતી 'કેરેબ' નામની આદિજાતિ પરથી આખા વિસ્તારમાં ‘કેરિબિયન’ નામ પડ્યું છે. કહેવાય છે કે તેઓ માનવીનું માંસ ખાતા હતા.

10 / 11
માન્યતા અનુસાર ક્રિસ્ટોફર કોલંબસ 1492માં અહીં પહોંચ્યો હતો અને ભુલથી માની લીધું કે તે ભારત આવી ગયો છે – તેથી આ પ્રદેશને નામ મળ્યું 'વેસ્ટ ઈન્ડિઝ'! (All Photo Credit : PTI / GETTY / ESPN / X)

11 / 11

ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝનું નામ અને તેમનો દબદબો હતો જે ધીરે ધીરે ઓછો થતો ગયો અને આજે ટીમ ત્રણેય ફોર્મેટમાં સંઘર્ષ કરી રહી છે. ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">