Breaking News : અમદાવાદના સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન દેખાયા, વન વિભાગ સતર્ક, જુઓ Video
અમદાવાદના સાણંદ તાલુકાના કોલાટ ગામે ફરી દીપડાના પંજાના તાજા નિશાન મળ્યા છે. એક જ મહિનામાં ત્રીજી વખત દીપડાની હાજરીના પુરાવા મળતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.
અમદાવાદના સાણંદ તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. કોલાટ ગામ નજીક દીપડાના તાજા પંજાના નિશાન જોવા મળ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં સાણંદ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ જ્યાં દીપડાના નિશાન મળ્યા હતા, તે સ્થળથી આશરે 2 કિલોમીટર દૂર ફરીથી આ નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન વિભાગ પણ અત્યંત સતર્ક બન્યું છે.
વન વિભાગના અધિકારીઓના મતે, પંજાના નિશાનના આધારે દીપડો આશરે 3 થી 4 વર્ષનો હોવાનો અંદાજ છે. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની ટીમો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મોટી દેવતી અને કોલાટ ગામ સહિત કુલ ચાર સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વારંવાર દીપડાની હાજરીના કારણે ગ્રામજનોમાં ભય અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.
ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક્યાં પડશે અતિભારે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું, જુઓ Video
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી

