AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા...! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો 'હિટ' પણ કામગીરી 'ફ્લોપ' - જુઓ Video

કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા…! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો ‘હિટ’ પણ કામગીરી ‘ફ્લોપ’ – જુઓ Video

| Updated on: Sep 18, 2026 | 2:37 PM
Share

અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. નાગરિકો તંત્રની કામગીરી અને કરોડોના પ્રી-મોન્સુન પ્લાન પર સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નારોલ વિસ્તારમાં વ્યાપક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે અનેક વાહનો ફસાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની હતી.

ઇસનપુરથી નારોલ તરફ જતો મુખ્ય માર્ગ તેમજ BRTS રૂટ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વરસાદ થંભી ગયા પછી પણ પાણીનો નિકાલ ન થતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. સ્થાનિકો અને મુસાફરો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

AMTS અને BRTS જેવી જાહેર પરિવહનની સુવિધાઓ પણ ખોરવાઈ જતા લોકો ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા. કરોડોના ખર્ચે થયેલા ડ્રેનેજના કામ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા તંત્રની પ્રી-મોન્સુન પ્લાનની પોકળતા સામે આવી છે.

Breaking News : ગાંધીનગરના કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">