AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Gold ખરીદનારાઓ માટે મોટા સમાચાર! સરકારનો એક નવો નિર્ણય અને કરોડો રોકાણકારો માટે બધું બદલાશે?

જો તમે પણ મોબાઈલ એપ દ્વારા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સરકાર અને દેશની મોટી રેગ્યુલેટરી સંસ્થાઓ હવે ડિજિટલ સોનાના માર્કેટને લઈને એક મોટો માસ્ટરપ્લાન બનાવી રહી છે. આ આવનારા નવા પ્રસ્તાવથી ડિજિટલ ગોલ્ડ ખરીદનારા કરોડો રોકાણકારો માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. હવે સવાલ એ છે કે, આખરે સરકાર કયો નવો નિયમ લાવવાની તૈયારીમાં છે અને તેનાથી તમારા રોકાણ પર શું અસર પડશે?

| Updated on: Sep 18, 2026 | 5:44 PM
Share
ડિજિટલ ગોલ્ડ ખરીદનારાઓ માટે આવનારા સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સરકાર ડિજિટલ ગોલ્ડને લઈને નિયમોને સખત કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ દરેક ડિજિટલ ગોલ્ડ યુનિટની પાછળ ફિઝિકલ ગોલ્ડ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સાથે જ તેને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI અને શેરબજારની રેગ્યુલેટર સંસ્થા SEBI ની દેખરેખ હેઠળ લાવવા પર પણ ચર્ચા ચાલી રહી છે. જો કે, અત્યારે આ પ્રસ્તાવ ચર્ચાના સ્તર પર છે અને કોઈ અંતિમ નિયમ લાગુ થયો નથી.

1 / 7
ડિજિટલ ગોલ્ડ આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યું છે. તેમાં લોકો મોબાઈલ એપ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખૂબ જ ઓછી રકમથી પણ 'સોનું' ખરીદી શકે છે. ખરીદેલું સોનું ડિજિટલ સ્વરૂપે ખાતામાં દેખાય છે અને પ્લેટફોર્મ તરફથી તેના જેટલું જ ફિઝિકલ ગોલ્ડ રાખવાનો દાવો કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડિજિટલ ગોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 3 અબજ ડોલરની સંપત્તિ મેનેજ થઈ રહી છે અને સરેરાશ રોકાણ લગભગ 100 રૂપિયાનું બતાવવામાં આવ્યું છે.

2 / 7
સરકારની ચર્ચામાં ડિજિટલ ગોલ્ડના દરેક યુનિટની પાછળ ફિઝિકલ બુલિયન એટલે કે અસલી સોનું રાખવાનો પ્રસ્તાવ જોડાયેલ છે. તેનો અર્થ એ થશે કે, જેટલું ડિજિટલ ગોલ્ડ ગ્રાહકોના નામે મોજૂદ છે, તેને અનુરૂપ ફિઝિકલ ગોલ્ડ પણ સુરક્ષિત રીતે રાખવામાં આવે. આનાથી ડિજિટલ ગોલ્ડની પાછળ રહેલા સોનાને લઈને પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. જો કે, આના માટે કેવા પ્રકારના નિયમો હશે અને તેની દેખરેખ કેવી રીતે થશે, તેનું અંતિમ માળખું અત્યારે નક્કી થયું નથી.

3 / 7
આ સિવાય ડિજિટલ ગોલ્ડને RBI અને SEBI ની દેખરેખ હેઠળ લાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલયે આ મુદ્દા પર રેગ્યુલેટર્સ, બેંકો અને અન્ય સંબંધિત પક્ષો પાસે સલાહ માગી છે. ચર્ચામાં ડિજિટલ ગોલ્ડને Securities Contracts (Regulation) Act, 1956 હેઠળ સિક્યોરિટી તરીકે માન્યતા આપવાનું સૂચન પણ સામે આવ્યું છે. જો એવું થાય છે તો ડિજિટલ ગોલ્ડ માટે એક ઔપચારિક રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવી શકાય છે.

4 / 7
સરળ રીતે સમજીએ તો, હાલમાં ડિજિટલ ગોલ્ડ અને SEBI થી રેગ્યુલેટેડ ગોલ્ડ પ્રોડક્ટ એકસરખા નથી. SEBI એ નવેમ્બર 2025 માં સ્પષ્ટ કર્યું હતું કે, ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ તેની દેખરેખના દાયરામાં નથી આવતા. આવી પ્રોડક્ટ ન તો સિક્યોરિટી તરીકે નોટિફાઈડ છે અને ન તો કમોડિટી ડેરિવેટિવ તરીકે રેગ્યુલેટેડ છે. SEBI એ એમ પણ કહ્યું હતું કે, આવા રોકાણમાં તેના હેઠળ મળતી રોકાણકાર સુરક્ષા ઉપલબ્ધ હોતી નથી.

5 / 7
જો ડિજિટલ ગોલ્ડને ભવિષ્યમાં રેગ્યુલેટ કરવામાં આવે છે, તો ગ્રાહકો માટે નિયમો વધુ સ્પષ્ટ થઈ શકે છે. ફિઝિકલ ગોલ્ડની ઉપલબ્ધતા, તેની સ્ટોરેજ, ઓડિટ, ખરીદ-વેચાણ અને ગ્રાહકોની ફરિયાદો સાથે જોડાયેલા નિયમો નક્કી કરી શકાય છે. ડિજિટલ ગોલ્ડ સાથે જોડાયેલા ઉદ્યોગે પણ વધુ સારી પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા માટે એક સેલ્ફ-રેગ્યુલેટરી સંસ્થા બનાવી છે, જે 1:1 ફિઝિકલ મેટલ બેકિંગ અને સ્વતંત્ર ઓડિટ જેવા ધોરણો પર કામ કરી રહી છે.

6 / 7
હાલમાં ડિજિટલ ગોલ્ડ ખરીદનારા લોકો માટે એ સમજવું જરૂરી છે કે, પ્રસ્તાવિત ફેરફારો અત્યારે અંતિમ નિયમ નથી. તેથી, તેને RBI કે SEBI ની હાલની રેગ્યુલેટેડ ગોલ્ડ સ્કીમ માનવી યોગ્ય નહીં રહે. રોકાણ કરતા પહેલા પ્લેટફોર્મના નિયમો, સોનાની સ્ટોરેજ વ્યવસ્થા, ફિઝિકલ ગોલ્ડમાં બદલવાની સુવિધા અને તેની સાથે જોડાયેલા જોખમોને સારી રીતે સમજવા જરૂરી છે.

7 / 7

ભારતમાં ₹3.20 લાખ અને વિદેશમાં $10,000 ને પાર પહોંચશે સોનાનો ભાવ ? Gold ને લઈને કરવામાં આવી ‘મોટી ભવિષ્યવાણી’

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા

સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">