IND vs SA: વિરાટ કોહલી માટે 2022ની શરુઆતે વિક્રમ રચવાનો મોકો, ટીમ ઇન્ડિયાની જીત સાથે 3 મોટા રેકોર્ડની તક

નવા વર્ષમાં વિરાટ કોહલી (Virat Kohli) નો રંગ જામનારો છે. ટીમ ઈન્ડિયા (Team India) નો ટેસ્ટ કેપ્ટન એક-બે નહીં પરંતુ ત્રણ મોટી ભેટોથી પોતાની ઝોળી ભરવા જઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:19 AM
નવા વર્ષમાં દરેકનો કોઈને કોઈ ઈરાદો હોય છે. વિરાટ કોહલી (Virat Kohli) એ પણ એક ઈરાદો સેવ્યો છે. તેની કેપ્ટનશીપમાં નવી સફળતાની વાર્તા લખવાનો. તેની ટેસ્ટ કેપ્ટનશિપની ચમકને વધુ નિખારવી. નવા વર્ષમાં વિરાટ કોહલીનો રંગ જામી જવાનો છે. ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન એક-બે નહીં પરંતુ ત્રણ મોટી ભેટોથી ઝોળી ભરવા જઈ રહ્યો છે. હવે આવો જાણીએ કે આ કેવી રીતે થશે.

1 / 5
ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં 3 મોટી ભેટો મેળવી શકે છે. પરંતુ આમાંથી 2 મેળવવા માટે, તેણે શ્રેણી ક્લીન સ્વીપ કરવી પડી શકે છે. જ્યારે એકની સ્ક્રિપ્ટ, તે બાકીની 2 મેચમાંથી માત્ર એક મેચ જીત્યા પછી પણ લખી શકે છે.

2 / 5
દક્ષિણ આફ્રિકામાં ક્લીન સ્વીપનો અર્થ એ છે કે ભારત માટે 3-0 થી ટેસ્ટ શ્રેણી જીતવી. હાલમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. સેન્ચુરિયન ટેસ્ટ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ વિદેશી ધરતી પર 16 ટેસ્ટ જીતવાના સ્ટીવ વોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તે તેમની સાથે આ મામલે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. પરંતુ હવે જો તે આગામી બે મેચ જીતી લેશે તો તે રિકી પોન્ટિંગની સાથે વિદેશી ધરતી પર ત્રીજો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની જશે. પોન્ટિંગના નામે વિદેશમાં 18 જીતનો રેકોર્ડ છે. અને, વિરાટ તેનાથી માત્ર 2 જીત દૂર છે.

3 / 5
જો ભારત સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે તો આ સાથે જ કેપ્ટન કોહલી ટેસ્ટમાં એકંદરે ત્રીજો સૌથી સફળ કેપ્ટન બની જશે. હાલમાં સ્ટીવ વો 41 જીત સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ચોથા ક્રમે રહેલા કોહલીના ખાતામાં અત્યાર સુધી 40 જીત છે. પોન્ટિંગ આ મામલામાં 48 જીત સાથે બીજા ક્રમે છે. જ્યારે ગ્રીમ સ્મિથ 53 જીત સાથે નંબર વન પર છે.

4 / 5
જો ભારત જોહાનિસબર્ગ કે કેપટાઉનમાંથી કોઈ એક ટેસ્ટ જીતે છે તો વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં નવો ઈતિહાસ રચનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે. ભારતે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

g clip-path="url(#clip0_868_265)">