AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેકગ્રા-ધોની છે જેના ગુરુ, બુમરાહ-ઝહીર જેવી છે પ્રતિભા, જાણો કોણ છે માન્ચેસ્ટરમાં ડેબ્યૂ કરનાર અંશુલ કંબોજ

ભારતીય ટીમે અંશુલ કંબોજને માન્ચેસ્ટર ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપી છે. આ જમણા હાથનો ઝડપી બોલર થોડા દિવસો પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો અને હવે તેને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળ્યું છે. અંશુલ ભારતનો નંબર 318 ટેસ્ટ ખેલાડી બન્યો છે. ટીમ ઈન્ડિયાએ અચાનક અંશુલ કંબોજને ડેબ્યૂ કેમ કરાવ્યું અને તેની ખાસિયત શું છે, જાણો આ ખેલાડી વિશે મહત્વપૂર્ણ વાતો.

| Updated on: Jul 23, 2025 | 5:42 PM
Share
અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર 2000ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. આ 24 વર્ષીય ઝડપી બોલર ખૂબ જ નાની ઉંમરે ઘરેલુ ક્રિકેટમાં પ્રખ્યાત બન્યો હતો અને તેનું કારણ તેની સચોટ બોલિંગ હતી.

1 / 7
અંશુલ કંબોજને ઘરેલુ ક્રિકેટમાં મેકગ્રા પણ કહેવામાં આવે છે કારણ કે મેકગ્રા તેનો આઈડલ (આદર્શ) છે અને તેની બોલિંગ એક્શન પણ પણ મેકગ્રાની જેવી જ છે. અંશુલ એક જ લેન્થ પર સતત બોલિંગ કરવા માટે જાણીતો છે. અંશુલની ઊંચાઈ 6 ફૂટ 2 ઈંચ છે અને તેથી તેને સ્વિંગની સાથે વધારાનો બાઉન્સ પણ મળે છે.

2 / 7
અંશુલ કંબોજે 2022માં જ ઘરેલુ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં 10 મેચમાં 17 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સે તેને 2024માં IPLમાં રમવાની તક આપી હતી પરંતુ બીજી જ સિઝનમાં તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.

3 / 7
અંશુલ કંબોજે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક ઈનિંગમાં 10 વિકેટ લઈને ધમાલ મચાવી હતી. અનિલ કુંબલે પછી આ સિદ્ધિ મેળવનાર તે ફક્ત બીજો ભારતીય ખેલાડી અને પ્રથમ ઝડપી બોલર બન્યો હતો.

4 / 7
અંશુલ કંબોજને IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં સ્થાન મળ્યું અને એમએસ ધોનીની કપ્તાનીમાં રમવાનો અનુભવ મળ્યો. ધોની સાથે રમ્યા બાદ તેની રમતમાં વધુ સુધારો થયો હતો. ધોની અંશુલથી ખૂબ પ્રભાવિત થયો હતો.

5 / 7
વાસ્તવમાં અંશુલ કંબોજ પાસે હંમેશા બેટ્સમેન માટે એક ખાસ યોજના હોય છે જેને તે મેદાન પર પણ લાગુ કરે છે. આ જ કારણ છે કે ધોની તેનાથી ખૂબ ખુશ હતો. આર અશ્વિને પોતે કહ્યું હતું કે અંશુલ કંબોજ ભારતના સૌથી પ્રતિભાશાળી બોલરોમાંનો એક છે. તેની પાસે બુમરાહ અને ઝહીર ખાન જેવી યોજના છે.

6 / 7
અંશુલ કંબોજે અત્યાર સુધીમાં ઘરેલુ ક્રિકેટમાં 24 મેચોમાં 79 વિકેટ લીધી છે. જ્યારે લિસ્ટ A માં તેણે 40 વિકેટ ઝડપી છે. અંશુલ કંબોજને ઈંગ્લેન્ડમાં રમવાનો પણ અનુભવ છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી રમતા બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેણે પાંચ વિકેટ લીધી હતી. (All Photo Credit : PTI / X)

7 / 7

માન્ચેસ્ટર ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજના પ્રદર્શન પર બધાની નજર રહેશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!

હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ

Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર

અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video

Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">