IND vs ENG : રવીન્દ્ર જાડેજા પાસે માન્ચેસ્ટરમાં ઈતિહાસ રચવાની તક, ઈંગ્લેન્ડમાં હાંસલ કરશે મોટી સિદ્ધિ
રવીન્દ્ર જાડેજાનું બેટ ઈંગ્લેન્ડમાં ખૂબ ચાલ્યું છે અને હવે તે ઈંગ્લેન્ડમાં એક મોટો રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં જાડેજાની નજર આ ખાસ રેકોર્ડ પર રહેશે. જાણો કયો છે આ રેકોર્ડ.

ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે શાનદાર બેટિંગ કરી છે. જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે અને હવે તેની નજર વધુ એક સિદ્ધિ પર છે.

જાડેજાએ ઈંગ્લેન્ડમાં 27 ઈનિંગ્સમાં 40.95ની સરેરાશથી 942 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. જાડેજા ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં હજાર રન પૂરા કરવાથી માત્ર 58 રન દૂર છે.

ખાસ વાત એ છે કે જાડેજાએ નંબર 6 અને નંબર 11 વચ્ચે બેટિંગ કરતા 942 રન બનાવ્યા છે અને આ મામલે તે વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ સર ગેરી સોબર્સ પછી બીજા ક્રમે છે.

સર ગેરી સોબર્સ એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે ઈંગ્લેન્ડમાં નંબર 6 થી 11 વચ્ચે બેટિંગ કરતા હજારથી વધુ રન બનાવ્યા છે. તેમણે 16 ઈનિંગ્સમાં 84ની સરેરાશથી 1097 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.

જાડેજાના અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 942 રન છે. જાડેજા ઈંગ્લેન્ડમાં નંબર 6 થી 11 વચ્ચે બેટિંગ કરતા હજારથી વધુ રન બનાવનાર સર ગેરી સોબર્સ બાદ બીજો ખેલાડી બની શકે છે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. રવીન્દ્ર જાડેજા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
