IND vs ENG : ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં દિગ્ગજ ખેલાડીની થઈ એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. આ ખેલાડી ટીમ ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં પણ જોવા મળ્યો હતો, અને તેણે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે ટીમ ઈન્ડિયાની રણનીતિ અંગે ચર્ચા પણ કરી હતી. આ દિગ્ગજના ટીમ સાથે જોડાવાથી ખેલાડીઓને ખૂબ ફાયદો થશે.

20 જૂનથી ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. ગૌતમ ગંભીર 18 જૂને ટ્રેનિંગ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાન ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.

ગંભીરની માતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ કારણોસર, ગંભીર ભારત પરત ફર્યો હતો. હવે ગંભીરની માતાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને તેથી જ તે પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ પાછો ફર્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લીડ્સમાં રમાનારી છે. આ ટેસ્ટ શ્રેણીમાં, ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે જ્યારે રિષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જ્યારે ગંભીર ભારતમાં હતો, ત્યારે સહાયક કોચ સિતાંશુ કોટક અને રાયન ટેન ડોશેટે ટ્રેનિંગની જવાબદારી સંભાળી હતી અને તેમની સાથે બોલિંગ કોચ મોર્ને મોર્કલે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સિઝનની શરૂઆત હશે. ટીમ ઈન્ડિયામાં ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ગૌતમ ગંભીરનો પ્લાન શું છે તે જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે? એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે તમામ વિભાગોમાં મજબૂત ક્રિકેટ રમવી પડશે.

આ બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે.

ટીમ ઈન્ડિયા છેલ્લા 18 વર્ષમાં ઈંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. છેલ્લી વખત જ્યારે ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે 5 મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા કોચ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા સાથે જોડાયો. ગૌતમ ગંભીર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































