Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ
યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો. આ ખેલાડીએ 144 બોલમાં સદી ફટકારી અને તે પાંચમી વખત ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. જોકે, આ સદી પહેલા જયસ્વાલને મસાજ કરાવવો પડ્યો, જાણો કારણ.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ લીડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જયસ્વાલ પહેલી વાર ઈંગ્લેન્ડની ધરતી પર રમી રહ્યો હતો અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. જોકે, આ ઈનિંગ દરમિયાન તેણે મસાજ પણ લેવો પડ્યો હતો.

વાસ્તવમાં, સદી ફટકારતા પહેલા, યશસ્વી જયસ્વાલને અચાનક હાથમાં દુખાવો થવા લાગ્યો. જયસ્વાલના જમણા હાથમાં ખેંચાણ થઈ ગઈ. ગિલને એટલો દુખાવો થયો કે ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું.

ફિઝિયો દ્વારા તરત જ જયસ્વાલને માલિશ કરવામાં આવી. તેને ગરમ કપડાથી મસાજ કરવામાં આવી. જયસ્વાલને થોડી રાહત થઈ પરંતુ થોડા સમય પછી તેના જમણા હાથમાં ખેંચાણ થઈ.

જયસ્વાલને ફરીથી માલિશ કરાવવી પડી અને તેને કેળું પણ ખાધું. એવું કહેવામાં આવ્યું કે તેમના શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ હતી જેના કારણે તેના હાથમાં ખેંચાણ આવી રહી હતી.

જોકે, હાથમાં ખેંચાણને કારણે જયસ્વાલ ગભરાયો નહીં અને આપોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 144 બોલમાં સદી પૂરી કરી. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ત્રીજી સદી ફટકારી હતી. (All Photo Credit : PTI / X)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝના પહેલા જ દિવસે યશસ્વીએ સદી ફટકારી શ્રેણીની જોરદાર શરૂઆત કરી છે. યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
