જાડેજાના હોમ ટાઉનમાં દિગ્ગજો બનાવશે રેકોર્ડ, રાજકોટ ટેસ્ટ બની શકે છે ઐતિહાસિક

ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. રાજકોટ ટેસ્ટમાં જીત મેળવીને સિરીઝમાં 2-1થી લીડ મેળવવાનો ટાર્ગેટ બંને ટીમ રાખી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જાડેજાના હોમટાઉનમાં ક્રિકેટ જગતના ત્રણ દિગ્ગજ ક્રિકેટર્સ મોટા રેકોર્ડ બનાવીને ટેસ્ટ મેચને ઐતિહાસિક બનાવશે.

| Updated on: Feb 15, 2024 | 8:35 AM
જાડેજાના હોમટાઉનમાં જીત મેળવીને ટેસ્ટ સિરીઝમાં 2-1થી લીડ મેળવવા માટે ભારતીય ટીમ તૈયાર છે.

1 / 5
રાજકોટ સ્ટેડિયમના નવા નામકરણની સાથે જ ક્રિકેટ જગતના ત્રણ દિગ્ગજ ક્રિકેટર્સ મોટા રેકોર્ડ બનવા માટે તૈયાર છે.

2 / 5
એન્ડરસન ભારતીય ટીમની ત્રણ 3 પેઢીઓનો દુશ્મન રહ્યો છે.એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં સચિન, વિરાટ અને ગિલનો સૌથી વધુ વાર આઉટ કર્યા છે. તેણે સચિન તેંડુલકરને સૌથી વધુ 9 વખત, વિરાટ કોહલીને 7 વખત અને શુભમન ગિલને 5 વખત આઉટ કર્યા છે.જેમ્સ એન્ડરસને હાલમાં 184 ટેસ્ટમાં 695 વિકેટ ઝડપી છે. તે વધુ 5 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ પૂરી કરી લેશે અને તે આ કમાલ કરનાર પ્રથમ ઝડપી બોલર બની જશે. જેમ્સ એન્ડરસન ભારત સામેની વર્તમાન સિરીઝમાં અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે.

3 / 5
રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 97 ટેસ્ટ મેચમાં 499 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ 1 વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટના રેકોર્ડને પોતાને નામે કરશે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારો ભારતનો માત્ર બીજો બોલર બનશે. અત્યાર સુધી માત્ર દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે 500 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં સફળ રહ્યા છે.

4 / 5
રાજકોટ ટેસ્ટમાં બેન સ્ટોક્સ પાસે મોટી  સિદ્ધિ મેળવવાની તક છે. રાજકોટના મેદાન પર ઉતરતાની સાથે જબેન સ્ટોક્સ સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી જેવા ક્રિકેટરોની એક વિશિષ્ટ ક્લબમાં જોડાશે. સ્ટોક્સ ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમવાથી એક ટેસ્ટ મેચ દૂર છે. 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ હશે. જો સ્ટોક્સ રાજકોટમાં રમશે, તો તે ટેસ્ટ ઈતિહાસમાં ઓછામાં ઓછી 100 ટેસ્ટ કેપ સાથે 74મો ટેસ્ટ ક્રિકેટર બનશે અને આ સિદ્ધિ હાંસલ કરનાર ઈંગ્લેન્ડનો 16મો ક્રિકેટર બનશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">