AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : ગાબા ટેસ્ટમાં વરસાદ બગાડશે ટીમ ઈન્ડિયાની મજા, WTC ફાઈનલમાં પહોંચવાનું સપનું થશે ચકનાચૂર ?

પર્થ અને એડિલેડ બાદ હવે ભારતીય ટીમ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. પરંતુ આ પહેલા હવામાન વિભાગે 14 ડિસેમ્બર શનિવારથી શરૂ થનારી આ મેચના તમામ પાંચ દિવસ એટલે કે 18 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. આના કારણે ભારતને WTCમાં મોટું નુકસાન થઈ શકે છે.

| Updated on: Dec 13, 2024 | 5:26 PM
Share
ટીમ ઈન્ડિયાના હાલ ઓસ્ટ્રેલિયામાં માત્ર બે જ ટાર્ગેટ છે. પ્રથમ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવી અને બીજું, WTC ફાઈનલમાં જગ્યા બનાવવી. 5 મેચોની આ શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયા માટે સિરીઝ જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં બ્રિસબેન મેચ મહત્વપૂર્ણ છે. પરંતુ તેના પર વરસાદનો ખતરો છે. જો આ મેચ રદ્દ થશે તો ભારતના સપના પર પાણી ફરી શકે છે.

1 / 7
પર્થ અને એડિલેડ બાદ હવે ભારતીય ટીમની સામે ગાબાનો પડકાર છે. પરંતુ હવામાન વિભાગે શનિવાર, 14 ડિસેમ્બરથી શરૂ થનારી આ મેચના તમામ પાંચ દિવસ એટલે કે 18 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. બ્રિસ્બેન ટેસ્ટના પહેલા દિવસે એટલે કે શનિવારે 80%, બીજા દિવસે 50%, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે 70-70% વરસાદ થવાની ધારણા છે. ખાસ કરીને સવારે અને બપોરે વરસાદ પડી શકે છે.

2 / 7
ઉપરાંત, આ પાંચ દિવસ દરમિયાન આકાશમાં વીજળી અને તોફાન સાથે ગાઢ વાદળછાયું રહી શકે છે. જો કે, આ માત્ર એક અનુમાન છે. મેચ પર આની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. એડિલેડ ટેસ્ટમાં પણ આવી જ આગાહી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પડ્યો ન હતો. પરંતુ જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે અને ડ્રોમાં સમાપ્ત થાય છે, તો WTC ફાઈનલમાં ભારતના માર્ગ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

3 / 7
ટીમ ઈન્ડિયા હાલ WTCના પોઈન્ટ ટેબલમાં 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પ્રવેશવા માંગે છે, તો તેમણે ઓછામાં ઓછા 3-2 અથવા 2-1થી શ્રેણી જીતવી પડશે. આ મેચ રદ્દ થતાં જ ટીમ ઈન્ડિયા 12 પોઈન્ટ મેળવવાની તક ગુમાવશે અને માત્ર 4 પોઈન્ટ મળશે. ટીમ માટે આગામી બે મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી રહેશે.

4 / 7
ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં આ હાંસલ કરવું મુશ્કેલ કામ હશે. આ સિવાય ભારતીય ટીમ પાસે WTC ફાઈનલ પહેલા બીજી કોઈ શ્રેણી નથી. બીજી તરફ આ શ્રેણી સિવાય ઓસ્ટ્રેલિયાને શ્રીલંકામાં 2 મેચમાં વાપસી કરવાની તક મળશે. આ મામલે દક્ષિણ આફ્રિકા સૌથી આગળ છે. હવે ફાઈનલમાં જવા માટે તેમને પાકિસ્તાન સામે માત્ર એક જ જીતની જરૂર છે.

5 / 7
WTCના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા 63.33 ટકા સાથે પ્રથમ સ્થાને અને ઓસ્ટ્રેલિયા 60.71 ટકા સાથે બીજા સ્થાને છે. જો કે ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડ પર નજર કરીએ તો વરસાદ ભારતીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટીમ એક હારથી બચી જશે અને બાકીની બંને મેચ જીતવી પડશે.

6 / 7
જો બ્રિસ્બેનમાં વરસાદની કોઈ ખાસ અસર નહીં થાય અને મેચનું પરિણામ આવે તો WTCનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ જશે. જો ટીમ ઈન્ડિયા 2021ની જેમ ગાબામાં સતત બીજી વખત જીતશે તો તે 59.80 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા 56.67 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જશે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, પેટ કમિન્સની ટીમ 58.89 પોઈન્ટ સુધી પહોંચશે અને ફાઈનલ માટે પ્રબળ દાવેદાર બનશે. (All Photo Credit : PTI / GETTY)

7 / 7
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">