WTC Prize Money : ચેમ્પિયન બનતાની સાથે જ સાઉથ આફ્રિકાની ટીમ માલામાલ થઈ, ભારતને પણ કરોડો રૂપિયાની પ્રાઈઝમની મળી
સાઉથ આફ્રિકાએ આઈસીસીનો ખિતાબ જીતવા માટે 27 વર્ષ લાંબી રાહ જોઈ તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. WTCની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમનને 5 વિકેટથી માત આપી છે.

એડન મારક્રમની શાનદાર ઈનિગ્સથી સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે, WTCનો ખિતાબ જીત્યો છે. સાઉથ આફ્રિકાને આ જીત માટે 282 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના બોલરોએ એડન માક્રમને આઉટ કરવા માટે ખુબ મહેનત કરી પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ જીતની નજીક પહોંચી ત્યારે એડન માર્ક્રમ 136 રન બનાવી આઉટ થયો હતો.

ત્યારબાદ થોડી જ વારમાં સાઉથ આફ્રિકાની ટીમે WTCનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.આ રીતે, ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળ, સાઉથ આફ્રિકાની ટીમે પોતાના કપાળ પરથી ચોકર્સનો ટેગ કાઢી નાંખ્યો છે.આ આઈસીસી ખિતાબ જીતવાની સાથે સાઉથ આફ્રિકાની ટીમને મોટી પ્રાઈઝ મની મળી છે.

સાઉથ આફ્રિકાને ચેમ્પિયન તરીકે 36 લાખ યુએસ ડોલર એટલે કે આશરે 31 કરોડ ભારતીય રૂપિયા મળ્યા.

જ્યારે ઓસ્ટ્રેલિયાને રનર-અપ તરીકે 21 લાખ યુએસ ડોલર એટલે કે 18.63 કરોડ રૂપિયા મળ્યા.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેનારી ભારતીય ટીમ પણ માલામાલ થઈ છે.

ભારતીય ટીમને 1440000 યુએસ ડોલર એટલે કે 12.42 કરોડ રૂપિયા મળ્યા છે. ચોથા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડને 10 કરોડથી વધુ મળ્યા જ્યારે પાંચમા સ્થાને રહેલા ઇંગ્લેન્ડને 8.28 કરોડ રૂપિયા મળ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ભાગ લેનારી બધી ટીમોને અમુક રકમ આપવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
