પિતા-કાકા રહી ચૂક્યા છે ક્રિકેટર, પત્ની મલ્ટીનેશનલ કંપનીમાં કરી ચૂકી છે કામ આવો છે પૂજારાનો પરિવાર
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટના રોજ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચેતેશ્વર પૂજારા એક સમયે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ફોર્મેટના મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંના એક હતા.આજે આપણે ચેતેશ્વર પૂજારાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું

ચેતેશ્વર પૂજારાનો જન્મ 25 જાન્યુઆરી 1988ના રોજ રાજકોટમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા અરવિંદ અને કાકા બિપિન સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી ખેલાડીઓ હતા.

ચેતેશ્વર પૂજારાના પિતા અને માતા, રીમા પૂજારાએ તેમની પ્રતિભાને વહેલા ઓળખી લીધી હતી અને ચેતેશ્વર તેમના પિતા સાથે પ્રેક્ટિસ કરતા હતા. તેમણે સૌપ્રથમ 13 વર્ષની ઉંમર થી રમવાનું શરૂ કર્યું હતુ.

ચેતેશ્વર પૂજારા 2005માં જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે કેન્સરને કારણે તેમની માતાનું અવસાન થયું હતુ. ચેતેશ્વર પૂજારાએ જે. જે. કુંડલિયા કોલેજમાંથી બીબીએ પૂર્ણ કર્યું.

ચેતેશ્વર પૂજારાના પરિવાર વિશે જાણો

ચેતેશ્વર પૂજારાએ 13 ફેબ્રુઆરી 2013ના રોજ રાજકોટમાં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા. 22 ફેબ્રુઆરી 2018ના રોજ, આ દંપતી એક બાળકી અદિતિના માતાપિતા બન્યા.

પુજારાએ 2005માં ભારત માટે ઈંગ્લેન્ડ સામે અંડર-19 ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઇનિંગની શરૂઆત કરતા, તેણે 211 રન બનાવ્યા અને ભારતને એક ઇનિંગ અને 137 રનથી જીત અપાવી હતી.

તેને 2006 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.તે અંડર-19 વર્લ્ડ કપનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો જ્યાં તેણે 6 ઇનિંગમાં 117 ની સરેરાશથી 349 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અર્ધશતક અને એક સદીનો સમાવેશ થાય છે. તે 2006 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.

ચેતેશ્વર પૂજારાએ ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 97 રન બનાવ્યા હતા અને પછી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 129 રન અણનમ બનાવ્યા હતા,જેના કારણે ભારતને 234 રનના મોટા માર્જિનથી જીત મળી હતી.

ચેતેશ્વર પૂજારાના ક્રિકેટ કરિયરની જો આપણે વાત કરીએ તો 20 વર્ષમાં તેમણે 278 ફર્સ્ટ ક્લાસ મેચ,130 લિસ્ટ એ અને 71 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 21301 રન 66 સદી બનાવી છે. તો લિસ્ટ એમાં 16 સદીની સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે ટી20માં 1 સદી સાથે તેમણે 1556 રન બનાવ્યા છે.

પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. આ 108 ઈન્ટરનેશનલ મેચમાં તેમણે 7200થી વધારે રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 19 સદી ફટકારી છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 206 રનનો છે.

ચેતેશ્વર પૂજારાએ ખૂબ જ નાની ઉંમરે ખૂબ પૈસા કમાયા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 24 કરોડ રૂપિયા છે. તેમની મહિનાની આવક લગભગ 15 લાખ રૂપિયા છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

તે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેણે પોતાની સુવર્ણ કારકિર્દીને અલવિદા કહી દીધું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
