IPL 2023 : આ સિઝનમાં યુવા નહીં અનુભવી ખેલાડીઓ કરી રહ્યા છે અજાયબીઓ, અજિંક્ય રહાણેથી લઈને અમિત મિશ્રા જુઓ સંપૂર્ણ યાદી

IPL 2023 તેનો અડધો તબક્કો પાર કરી ગયો છે. તમામ ટીમો માટે લગભગ સાત લીગ મેચો રમાઈ ચુકી છે અને હવે પોઈન્ટ ટેબલમાં પણ પ્લેઓફની રેસ વધુ મુશ્કેલ બની રહી છે. આઈપીએલમાં યુવા ખેલાડીઓ અવારનવાર અજાયબીઓ કરે છે અને ઘણા ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટ દ્વારા ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 11:17 AM
ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ રહાણેની કારકિર્દી લગભગ ખતમ માનવામાં આવી રહી હતી. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે લેબલ લગાવ્યા બાદ તેને દેશની ODI અને T20 ટીમમાંથી પહેલાથી જ બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં નિષ્ફળ ગયો ત્યારે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. તેને રણજી દ્વારા પુનરાગમન કરવાની તક મળી હતી અને તેણે સારું પ્રદર્શન કર્યું હતું,

1 / 5
 40 વર્ષીય અમિત મિશ્રા ભારત તરફથી છેલ્લે 2017માં રમ્યા હતા. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં જ્યારે લખનૌની ટીમે તેના પર દાવ લગાવ્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી જ્યારે અમિત મિશ્રાને રમવાનો મોકો મળ્યો તો તેણે અજાયબી કરી નાખી. મિશ્રાએ અત્યાર સુધી ચાર મેચમાં લખનૌ માટે ચાર વિકેટ લીધી છે. તેની સરેરાશ 15.25 અને ઇકોનોમી રેટ 6.50 છે. તે ટીમ ઈન્ડિયામાં કમબેક નથી કરી રહ્યો, પરંતુ આઈપીએલમાં પોતાનો જલવો દેખાડી રહ્યો છે.

2 / 5
ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માની સ્ટોરી પણ અમિત મિશ્રા કરતા અલગ નથી. નબળા ઇકોનોમી રેટને કારણે તેને ભારતની T20 અને ODI ટીમમાંથી પહેલાથી જ પડતો મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે ટીમમાં હોવા છતાં તે પ્લેઈંગ 11માંથી બહાર થઈ ગયો હતો. 34 વર્ષીય ઈશાંત શર્મા ભારતની ટેસ્ટ ટીમમાં ચોથો ઝડપી બોલર રહ્યો હતો, પરંતુ ટી20માં તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી, પરંતુ દિલ્હીની ટીમે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઈશાંત અત્યાર સુધી તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી માટે બે મેચમાં ત્રણ વિકેટ લીધી છે. તેની સરેરાશ 12.33 અને ઈકોનોમી રેટ 5.28 છે.

3 / 5
આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ બોલરોમાંના એક પીયૂષ ચાવલાની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. કોલકાતાની ટીમમાંથી બહાર થયા બાદ ચાવલા વધુ કંઈ કરી શક્યા ન હતા, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે ચાવલા આ સિઝનમાં મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે છ મેચમાં નવ વિકેટ ઝડપી છે. તેની સરેરાશ 17.56 છે

4 / 5
ભારત માટે 2015નો વર્લ્ડ કપ રમનાર મોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર બોલિંગ કર્યા બાદ ભારતીય ટીમમાં જોડાયો હતો. તેણે ભારત માટે 26 ODI અને 8 T20 મેચ રમી છે. આ દરમિયાન તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેની ધીમી બોલને બેટ્સમેનોને સમજવી મુશ્કેલ હતી, પરંતુ સમય જતાં તેની ગતિમાં ઘટાડો થયો અને તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. તેની આઈપીએલ કારકિર્દીનો પણ અંત આવ્યો. વર્ષ 2022માં તે ગુજરાત ટીમનો નેટ બોલર હતો. આ સિઝનમાં ગુજરાતે તેને ખરીદીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે મોહિત જ્યારે રમ્યો ત્યારે તેણે પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. મોહિતે આ સિઝનમાં ત્રણ મેચમાં ચાર વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ છથી ઓછો છે અને એવરેજ પણ 10.50 છે.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">