AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ₹129,85,00,000 મળશે 35 મેચ માટે… BCCI નવા સ્પોન્સરશિપ ડીલથી માલામાલ

ભારતીય ક્રિકેટ ટીમની ઘરઆંગણાની મેચો સાથે જોડાવા માટે મોટી બ્રાન્ડ્સ વચ્ચેની સ્પર્ધા સતત વધી રહી છે. હવે BCCIએ ત્રણ નવા એસોસિયેટ પાર્ટનર્સ સાથે કરાર કર્યો છે. આ ડીલ હેઠળ કેમ્પા કોલા, SBI લાઇફ અને ChatGPT આગામી 35 ઘરઆંગણાની દ્વિપક્ષીય મેચોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા રહેશે. આ કરારથી BCCIને આશરે ₹129.85 કરોડની આવક થવાની છે.

Breaking News: ₹129,85,00,000 મળશે 35 મેચ માટે... BCCI નવા સ્પોન્સરશિપ ડીલથી માલામાલ
Team IndiaImage Credit source: X
| Updated on: Sep 08, 2026 | 8:40 PM
Share

ભારતીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની મેચો માત્ર રમતની દૃષ્ટિએ જ નહીં, પરંતુ વ્યાપારી રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાતી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો અને ટીવી પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળતી હોવાથી બ્રાન્ડ્સ માટે આ એક મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. BCCIએ પણ આ જ વ્યાવસાયિક મહત્વને ધ્યાનમાં રાખીને નવા એસોસિયેટ પાર્ટનર્સની પસંદગી કરી છે.

કેમ્પા કોલા, SBI લાઇફ, ChatGPT એસોસિયેટ પાર્ટનર

BCCIએ કેમ્પા કોલા, SBI લાઇફ અને ChatGPTને ભારતીય ટીમની ઘરઆંગણાની દ્વિપક્ષીય મેચો માટે એસોસિયેટ પાર્ટનર તરીકે પસંદ કર્યા છે. આ કરાર માર્ચ 2028 સુધી ચાલશે અને કુલ 35 મેચોને આવરી લેશે. અગાઉનો એસોસિયેટ પાર્ટનરશિપ કરાર ઓગસ્ટ 2026માં પૂરો થયો હતો.

35 મેચ માટે BCCIને ₹129.85 કરોડની આવક

આ ડીલમાં કેમ્પા કોલાએ સૌથી વધુ બોલી લગાવી છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બ્રાન્ડ કેમ્પા કોલા BCCIને દરેક મેચ માટે ₹1.31 કરોડ ચૂકવશે. જ્યારે SBI લાઇફ અને ChatGPTએ પ્રતિ મેચ ₹1.20 કરોડની બોલી લગાવી છે. કેમ્પા કોલાને બિસ્લેરી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી પણ સ્પર્ધા મળી હતી, બંનેએ ₹1.20 કરોડ પ્રતિ મેચની બોલી લગાવી હતી. ત્રણેય ડીલ મળીને 35 મેચ માટે BCCIને ₹129.85 કરોડની આવક થશે.

ટીવી ગ્રાફિક્સ-મેદાનમાં બ્રાન્ડિંગ દ્વારા પ્રચાર

ખાસ વાત એ છે કે એસોસિયેટ પાર્ટનર્સના લોગો ટીમ ઈન્ડિયાની જર્સી પર જોવા નહીં મળે. જર્સી પર ટાઇટલ સ્પોન્સર માટેની જગ્યા અલગ હોય છે. એસોસિયેટ પાર્ટનર્સને મેચ દરમિયાન ટીવી ગ્રાફિક્સ અને મેદાનમાં બ્રાન્ડિંગ દ્વારા પ્રચારની તક મળશે. તેમના લોગો બાઉન્ડ્રી કુશન સહિતના વિવિધ સ્થળોએ પણ જોવા મળી શકે છે.

ટાઇટલ સ્પોન્સરની શોધ હજુ ચાલુ

BCCIએ જુલાઈમાં ટાઇટલ સ્પોન્સરશિપ અને એસોસિયેટ પાર્ટનર રાઇટ્સ માટે લિસ્ટ મંગાવી હતી. ટાઇટલ સ્પોન્સરની શોધ હજુ ચાલુ છે, જ્યારે એસોસિયેટ પાર્ટનરશિપનો કરાર હવે નક્કી થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની આગામી ઘરઆંગણાની સિરીઝ 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થવાની છે, જેમાં ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમાશે.

Breaking News: ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ ફરી બદલાયો, એશિયન ગેમ્સમાં વાદળી જર્સીમાં રમશે ટીમ ઈન્ડિયા

Follow Us
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
g clip-path="url(#clip0_868_265)">