HR રહી ચૂકી છે ચેતેશ્વર પૂજારાની પત્ની,પતિના સંન્યાસ પર કરી ઈમોશનલ પોસ્ટ
ચેતેશ્વર પૂજારાની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે,ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા પાબારી પણ સ્ટાઇલ અને સુંદરતાના મામલે બધાને ટકકર આપે છે, હવે પતિના સંન્યાસ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું. જે પછી પુજારા ચર્ચામાં રહ્યો હતો. પરંતુ ચાહકો તેની પત્ની પૂજા પાબારીની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા, જે હવે આવી ગઈ છે.

ચેતેશ્વર પુજારાનું ક્રિકેટ કરિયર પૂર્ણ થયું છે. તેના સંન્યાસ પર પત્ની પુજા પાબરીએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી એક લાંબી પોસ્ટ લખી છે. ક્રિકેટરની પત્નીએ આ સાથે લખ્યું લાંબી યાત્રાને જીવો અને તેનાથી જીવનના અનેક પાઠ શીખો.

ભારતીય ટીમના મિડલ ઓર્ડર તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેમણે 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં છેલ્લી વખત ભારત માટે રમ્યો હતો.

ચેતેશ્વર પુજારાથી પૂજા પબારી 6 વર્ષ નાની છે અને તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1993ના રોજ થયો છે. પુજાએ રિટેલ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે અને એચઆર હેડ તરીકે કામ કર્યું છે. પુજા એક બિઝનેસવુમન પણ છે.

ચેતેશ્વર પુજારા અને પૂજાએ 6 નવેમ્બર 2012ના રોજ સગાઈ કરી અને 13 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા. બંન્નેએ 23 ફેબ્રુઆરી 2018ના રોજ એક દીકરીનું સ્વાગત કર્યું હતુ. જેનું નામ અદિતિ રાખ્યું છે.

તેમણે લખ્યું, "ક્રિકેટ વિશે કંઈ ન જાણવાથી લઈને તમારી સાથે આ રમતને સમજવા અને પ્રેમ કરવા સુધીની સફર મારા માટે જીવનનો એક સાચો પાઠ રહ્યો છે. મને મેદાન પર તમને ઉત્સાહિત કરવાની, તમારી દિનચર્યા જોવાની અને મેચ કે સીરિઝ પહેલાનું વાતાવરણ હું મિસ કરીશ.
પિતા-કાકા રહી ચૂક્યા છે ક્રિકેટર, પત્ની મલ્ટીનેશનલ કંપનીમાં કરી ચૂકી છે કામ આવો છે પૂજારાનો પરિવાર અહી ક્લિક કરો
