Breaking News : બોલવાની રમત અને કરોડોની કમાણી, જાણો કેટલી હોય છે આઈપીએલમાં કોમેન્ટેટરની સેલેરી
આઈપીએલમાં ક્રિકેટર્સ અને ટીમના ઓનર્સ ખુબ મોટી કમાણી કરે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, આઈપીએલની એક મેચમાં ક્રિકેટ કોમેન્ટેટર કેટલા પૈસા કમાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.

ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ શરુ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચાહકો તેની ફેવરીટ ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં તો કેટલાક ચાહકો ટીવી સ્ક્રીન સામે બેસી જાય છે. આઈપીએલની આ ટૂર્નામેન્ટ માત્ર એન્ટરટેન્મેન્ટ નહી પરંતુ કમાણીનો પણ વરસાદ કરે છે.

આઈપીએલની ટીમ ઓનર્સ પણ ખુબ મોટી રકમ આઈપીએલમાંથી કમાય છે. તો ક્રિકેટર્સને કરોડો રુપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કરે છે. આ બધું તો તમે જાણતા હશો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, આઈપીએલમાં કોમેન્ટેટરને કેટલો પગાર મળે છે.

આઈપીએલની ટીમ ઓનર્સ પણ ખુબ મોટી રકમ આઈપીએલમાંથી કમાય છે. તો ક્રિકેટર્સને કરોડો રુપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કરે છે. આ બધું તો તમે જાણતા હશો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, આઈપીએલમાં કોમેન્ટેટરને કેટલો પગાર મળે છે.

એક રિપોર્ટ અનુસાર હિન્દી કોમેન્ટેટર્સને IPL સીઝન માટે લગભગ 60 લાખથી 3 કરોડ રૂપિયા મળે છે.જુનિયર કોમેન્ટેટર્સને પ્રતિ મેચ 35,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ જ ફી તમિલ અથવા પ્રાદેશિક ભાષાના કોમેન્ટેટર્સને લાગુ પડે છે.

ઇંગ્લિશ કોમેન્ટેટર્સ સૌથી વધુ પગાર મેળવે છે, જેમાં સુનિલ ગાવસ્કર સૌથી આગળ છે, તેઓ IPL દીઠ 4.17 કરોડ ચાર્જ કરે છે. તેમના પછી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડન અને ઇયાન બિશપનો નંબર આવે છે, જેઓ પણ પ્રતિ સીઝન 4.17 કરોડ કમાય છે. (ALL PHOTO : PTI)
Commentators Salary : ક્રિકેટરો થી ઓછા નથી કોમેન્ટેટર્સ, કરોડોની કમાણી કરી જીવે છે લગ્ઝરી લાઈફ અહી ક્લિક કરો
