AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં માવઠાનું સંકટ બીજે દિવસે પણ યથાવત, 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

Breaking News : ગુજરાતમાં માવઠાનું સંકટ બીજે દિવસે પણ યથાવત, 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 9:54 AM
Share

ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે પણ માવઠાનું સંકટ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના આશરે 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે પણ માવઠાનું સંકટ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના આશરે 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે. ખાસ કરીને કચ્છ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.

આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગના અનુમાન અનુસાર કચ્છ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે પવનની ગતિ વધે તેવી શક્યતા છે.

આ ઉપરાંત મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેતીને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.

અચાનક બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, ખાસ કરીને પાક કાપણીના સમયમાં વરસાદ પડવાથી નુકસાન થવાની શક્યતા વધી જાય છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો- વિદેશી પ્રવાસીએ કરી અમદાવાદ મેટ્રોની મુસાફરી, અટલ બ્રિજની મુલાકાત અને ગુજરાતી ભોજન પણ માણ્યુ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">